android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News :રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી, કરોડોનું વેચાણ અને તકો

calendar_todayJanuary 1, 2026

Surat News :રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી, કરોડોનું વેચાણ અને તકો

ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજ, રાજયના આદિજાતિ વિભાગ, દિશા ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓના સહયોગથી અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો.આ મેળાએ આદિવાસી વેપાર, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણને રાષ્ટ્રીય સ્તરે મજબૂત મંચ આપ્યો છે.સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ કહ્યું કે, ચાર દિવસમાં કુલ ૬.૯૩ લાખ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી.

આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી

આ મેળામાં ૭૬ જેટલા ફૂડના સ્ટોલમાં આદિવાસી સન્નારીઓએ પરંપરાગત નીતનવી વાનગીઓ જેવી કે, ઢેકળા, રાગીના રોટલા, ઉબાડીયું, થેપલા, પનેલા, માલપુડા, મેથીના પુડા, ભડકું જેવી વાનગીઓના સ્ટોલ દ્વારા રૂ.૧ કરોડથી વધુનું વેચાણ થયું હતું. જ્યારે ટ્રેડ અને ફેર સ્ટોલ્સમાંથી રૂ.૪ કરોડથી વધુનું સીધું વેચાણ નોંધાયું હતું. સાથે જ રૂ.૧૫ કરોડથી વધુના નવા બિઝનેસ ઓર્ડર અને લીડ્સ જનરેટ થતા આદિવાસી ઉદ્યોગકારો માટે રાષ્ટ્રીય બજાર સાથે જોડાવાની નવી તકો ઊભી થઈ હતી. આદિવાસી મેળાના કારણે સ્થાનિક દુકાનો, વેન્ડર્સ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ અને આસપાસના વિસ્તારોને રૂ.૫ કરોડથી વધુની પરોક્ષ આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી હતી.

ખેડૂતોએ માર્કેટ લિંકેજ અને નવી તકો માટે હાજરી આપી

મેળામાં ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મેળ્યું હતું. જ્યારે ૨ લાખથી વધુ ખેડૂતોએ માર્કેટ લિંકેજ અને નવી તકો માટે હાજરી આપી. આ ઉપરાંત ૨૫,૦૦૦થી વધુ ઉદ્યોગકારો અને બિઝનેસ ઓનર્સ, ૧૫,૦૦૦થી વધુ રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીએ મેળાને રાષ્ટ્રીય મહત્વ વધાર્યું હતું. દેશના ૧૨થી વધુ રાજ્યોની ભાગીદારી સાથે આ મેળો સાચા અર્થમાં ‘રાષ્ટ્રીય’ મંચ બન્યો હતો.રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (NTTF) દરમિયાન ૭ મહત્વપૂર્ણ સેમિનાર અને સત્રો યોજાયા હતા. જેમાં ઉદ્યોગસાહસિકતા, MSME, આદિવાસી બિઝનેસ, સ્કિલ ડેવલપમેન્ટ અને માર્કેટ એક્સેસ જેવા વિષયો પર મળેલ માર્ગદર્શને આદિવાસી યુવાનો અને ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો.


આ પણ વાંચોઃ Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ