android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: હવે AI લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ, જાણો ક્યારથી શરૂ થશે નવી સિસ્ટમ?

calendar_todayJanuary 9, 2026

Surat News: હવે AI લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ, જાણો ક્યારથી શરૂ થશે નવી સિસ્ટમ?

સુરતના વાહનચાલકો અને લાયસન્સ મેળવવા ઈચ્છતા અરજદારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરત રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) હવે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે Artificial Intelligence (AI) નો સહારો લેવા જઈ રહ્યું છે. સુરત RTO ખાતે AI બેઈઝ્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે આગામી પાંચ દિવસ સુધી ટેસ્ટ ટ્રેક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

10 થી 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે ટેસ્ટ ટ્રેક

નવી ટેક્નોલોજીના ઇન્સ્ટોલેશન અને ટ્રેકના અપગ્રેડેશનની કામગીરીને પગલે 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી સુરત RTOનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સદંતર બંધ રહેશે. જે અરજદારોએ આ તારીખો દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી, તેઓએ મૂંઝાવાની જરૂર નથી. RTO તંત્ર દ્વારા આ અરજદારોને આગળની નવી તારીખો ફાળવી દેવામાં આવશે, જેની જાણકારી તેમને મેસેજ કે ઓનલાઇન પોર્ટલ દ્વારા આપવામાં આવશે.

26 જાન્યુઆરીથી AI સિસ્ટમ થશે કાર્યરત

સુરત RTOના જણાવ્યા અનુસાર, AI બેઈઝ્ડ ટ્રેકની કામગીરી આવતા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે. તમામ ટેસ્ટિંગ અને ટ્રાયલ બાદ, પ્રજાસત્તાક પર્વ એટલે કે 26 જાન્યુઆરીથી આ હાઈટેક AI સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવશે. આ સિસ્ટમ આવવાથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં માનવીય હસ્તક્ષેપ ઘટશે અને ટેસ્ટનું પરિણામ સંપૂર્ણપણે કોમ્પ્યુટર અને સેન્સર્સ દ્વારા સંચાલિત હશે.

AI બેઈઝ્ડ ટ્રેકના ફાયદા

AI સિસ્ટમ લાગુ થવાથી લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે. ડ્રાઇવિંગ દરમિયાન થતી નાની-નાની ભૂલોને AI સેન્સર્સ પકડી પાડશે, જેના કારણે ખરેખર લાયક ચાલકોને જ લાયસન્સ મળશે. આનાથી રોડ સેફ્ટીમાં પણ વધારો થશે અને ભ્રષ્ટાચારની ફરિયાદો પર લગામ લાગશે.


આ પણ વાંચો - Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત