android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: મહિધરપુરામાં નશાનો કારોબાર, MD ડ્રગ્સ બે પેડલર ઝડપાયા

calendar_todayMay 27, 2026

Surat News: મહિધરપુરામાં નશાનો કારોબાર, MD ડ્રગ્સ બે પેડલર ઝડપાયા

સુરત શહેરમાં નશાના દૂષણને ડામવા માટે પોલીસ કમિશનરના આદેશ અનુસાર, ચલાવવામાં આવી રહેલી ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ ઝુંબેશ અંતર્ગત મહિધરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને પ્રતિબંધિત એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.

ગુપ્ત બાતમીના આધારે પોલીસની રેડ

ઘટનાની મળતી વિગતો અનુસાર, મહિધરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા છે, અને કેમિકલ યુક્ત ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં બે શખ્સોને આંતર્યા હતા. તેમની ઝડતી લેતા તેમની પાસેથી કેમિકલ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

લાખોની કિંમતનું ડ્રગ્સ અને મુદ્દામાલ જપ્ત

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 4.170 ગ્રામ એમડી ડ્રગ્સ (MD)નો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની બજાર કિંમત રૂ. 48,610 આંકવામાં આવી છે. આ સિવાય અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 48 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

મહિધરપુરા પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ મામલે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને સુરતમાં કોને સપ્લાય કરવાનું હતું, તે દિશામાં પોલીસ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે.


આ પણ વાંચો - Surat News: કામરેજમાં નકલી ઘી ફેક્ટરી ઝડપાઈ, 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો