android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: SBIમાં લૂંટની ઘટના બાદ કર્મચારીઓ આક્રમક, સુરક્ષા અને ભરતી મુદ્દે 25-26 તારીખે હડતાળનું એલાન

calendar_todayMay 4, 2026

Surat News: SBIમાં લૂંટની ઘટના બાદ કર્મચારીઓ આક્રમક, સુરક્ષા અને ભરતી મુદ્દે 25-26 તારીખે હડતાળનું એલાન

સુરતની વરાછા બ્રાન્ચમાં થયેલી લૂંટની ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા છે. ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશનના આક્ષેપ મુજબ, વર્ષ 2022થી બેંકમાં સિક્યોરિટી ગાર્ડની ભરતી કરવામાં આવી નથી. જે બ્રાન્ચમાં લૂંટ થઈ ત્યાં ગાર્ડ ન હોવાથી લૂંટારુઓએ સ્ટાફને બંધક બનાવી ગુનાને અંજામ આપ્યો હતો. આ ગંભીર બેદરકારી સામે વિરોધ નોંધાવતા ફેડરેશને આગામી 25 અને 26 તારીખે સમગ્ર દેશમાં SBI ના કર્મચારીઓ હડતાળ પર જશે તેવી જાહેરાત કરી છે. 

29 વર્ષથી ભરતીનો અભાવ અને 16 પડતર માંગણીઓ

ફેડરેશને સુરતમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, છેલ્લા 29 વર્ષથી મેસેન્જરની ભરતી થઈ નથી, જેના કારણે ક્લાર્ક સ્ટાફ પર કામનું ભારણ વધ્યું છે. કર્મચારીઓની મુખ્ય 16 માંગણીઓમાં આર્મ્ડ ગાર્ડ અને મેસેન્જરની તાત્કાલિક ભરતી, પરમેનન્ટ જોબનું આઉટસોર્સિંગ બંધ કરવું, અને 2019 પછી જોડાયેલા કર્મચારીઓને ઇન્ટર સર્કલ ટ્રાન્સફર આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે બેંકમાં ક્રોસ-સેલિંગના નામે વીમા પ્રોડક્ટ્સનું મિસ-સેલિંગ કરવામાં આવી રહ્યું છે, જે તાત્કાલિક બંધ થવું જોઈએ.

પગાર સમાનતા અને વહીવટી પ્રશ્નોના ઉકેલની માગ

હડતાળના એલાન સાથે ફેડરેશને SBIમાં પગાર સમાનતા લાવવા અને કરિયર પ્રોગ્રેશન સ્કીમની સમીક્ષા કરવાની માંગ કરી છે. HRMS પોર્ટલમાં આવતી ટેકનિકલ સમસ્યાઓ, NPS કર્મચારીઓને પેન્શન ફંડ મેનેજર બદલવાનો વિકલ્પ અને મેડિકલ રીઇમ્બર્સમેન્ટમાં 100% ખર્ચ જેવી બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. યુનિયનનું કહેવું છે કે દ્વિપક્ષીય સમજૂતીઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાથી કર્મચારીઓને હડતાળનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે. જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં બેંકિંગ સેવાઓ પર તેની મોટી અસર જોવા મળી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો