android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: PM મોદીને સતત અપશબ્દો બોલવા એ જ કોંગ્રેસના સંસ્કાર છે?’ ખડગેના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પ્રહાર

calendar_todayOctober 25, 2026

Surat: PM મોદીને સતત અપશબ્દો બોલવા એ જ કોંગ્રેસના સંસ્કાર છે?’ ખડગેના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પ્રહાર

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અત્યંત આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ખડગેના નિવેદનને સખત શબ્દોમાં વખોડતાં જણાવ્યું છે કે દેશના સર્વોચ્ચ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન વિરુદ્ધ આવાં નિમ્ન સ્તરનાં નિવેદનો આપવાં તે કોંગ્રેસની હતાશા અને કનિષ્ઠ માનસિકતાનું પ્રતીક છે. દેશની 140 કરોડ જનતા અને યુવા પેઢી કોંગ્રેસના આ અભદ્ર સંસ્કારોને ખુલ્લી આંખે જોઈ રહી છે અને જનતા આવાં અપમાનો બદલ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.

હાર પચાવી ન શકતાં કોંગ્રેસનું માનસિક સંતુલન ખોરવાયું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસની માનસિકતા પર સીધા પ્રહારો કરતાં જણાવ્યું કોંગ્રેસ પક્ષ દેશભરમાં એક પછી એક ચૂંટણીઓમાં ચારેય તરફથી કારમી હારનો સામનો કરી રહ્યો છે. વારંવાર પ્રજા દ્વારા નકારવામાં આવતાં કોંગ્રેસી નેતાઓ જનાદેશને પચાવી શકતા નથી અને અકળાઈને ગાળાગાળી પર ઉતરી આવ્યા છે.મલ્લિકાર્જુન ખડગે જેવા વરિષ્ઠ નેતા દ્વારા દેશના ચૂંટાયેલા પ્રધાનમંત્રી વિરુદ્ધ આવું નિવેદન કરવું અત્યંત શરમજનક અને સખત પીડાદાયક છે. આ માત્ર વડાપ્રધાનનું નહીં, પરંતુ તેમનામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના ૧૪૦ કરોડ દેશવાસીઓ અને કરોડો યુવાનોનું ઘોર અપમાન છે, જેને સમગ્ર રાષ્ટ્ર વખોડી રહ્યું છે.

‘મોદી સાહેબને અપશબ્દો કહેવા એ જ શું ગાંધી પરિવારના સંસ્કાર છે?’

કોંગ્રેસના મોવડીમંડળને આડે હાથ લેતાં પ્રદેશ અધ્યક્ષે ગંભીર સવાલો કર્યા. જગદીશ વિશ્વકર્માએ આક્રોશ વ્યક્ત કરતાં પૂછ્યું કે, "મલ્લિકાર્જુન ખડગે હોય, સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી સતત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે અપશબ્દો વાપરવા, શું આ જ કોંગ્રેસ પક્ષ અને તેમના નેતૃત્વના સંસ્કાર છે?" જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે દેશના વિકાસ અને જનકલ્યાણની વાત કરવાને બદલે વ્યક્તિગત ગાળાગાળી અને કાદવ ઉછાળવાની નીતિ કોંગ્રેસની કાયમી પરંપરા રહી છે.લોકશાહીમાં ગરિમાનું સ્થાન સર્વોપરી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ પાયાવિહોણા આક્ષેપો કરીને સમગ્ર દેશની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જનતા લોકશાહી ઢબે મતપેટી દ્વારા કોંગ્રેસને આ ઘમંડનો કડક જવાબ આપશે.

આ પણ વાંચો: New Delhi: ચૂંટણી પંચે SIR સોફ્ટવેરનું નામ અને વર્ઝન આપવાની ના પાડી, કહ્યું- 'કોઈ નવું સોફ્ટવેર ખરીદ્યું નથી'