android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat : RTOના નામે કોઇમ્બતુરના વૃદ્ધ સાથે 14.49 લાખની ઠગાઈ કરનારા ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપીઓને ઝડપી પાડ્યા

calendar_todayJanuary 9, 2026

Surat : RTOના નામે કોઇમ્બતુરના વૃદ્ધ સાથે 14.49 લાખની ઠગાઈ કરનારા ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપીઓને ઝડપી પાડ્યા

RTOના નામે APK લિંક મોકલી કોઇમ્બતુરના સિનિયર સિટિઝન સાથે 14.49 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ કરનાર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ મામલે કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પીડિતને RTO સંબંધિત હોવાનું કહી APK લિંક મોકલી

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓએ તમિલનાડુના કોઇમ્બતુર શહેરના એક સિનિયર સિટિઝને પોતાનો શિકાર બનાવ્યા હતા. ગત 9 સપ્ટેમ્બર 2025ના રોજ આરોપીઓએ પીડિતને RTO સંબંધિત હોવાનું કહી APK લિંક મોકલી હતી. લિંક ડાઉનલોડ કરતા જ પીડિતનો મોબાઇલ હેક થઈ ગયો હતો.

એક પછી એક કરીને 14.49 લાખની ઉચાપત કરી

મોબાઇલ હેક કર્યા બાદ આરોપીઓએ પીડિતના જુદાજુદા બેંક ખાતાઓમાંથી એક પછી એક કરીને કુલ રૂપિયા 14.49 લાખની ઉચાપત કરી હતી. આ તમામ રકમ આરોપીઓના અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા આરોપીઓના ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ

મામલાની ગંભીરતા જોતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ કોઇમ્બતુર સિટી સાઇબર પોલીસ દ્વારા આરોપીઓના ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

 અજાણી APK લિંક ડાઉનલોડ ન કરે

પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અજાણી APK લિંક ડાઉનલોડ ન કરે અને શંકાસ્પદ કોલ કે મેસેજથી સાવચેત રહે.


આ પણ વાંચો-----   Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા