android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: થાનના આંબેડકરનગરમાંથી 1.61 લાખનો દારૂ પકડાયો, આરોપી વોન્ટેડ

calendar_todayMarch 24, 2026

Surendranagar: થાનના આંબેડકરનગરમાંથી 1.61 લાખનો દારૂ પકડાયો, આરોપી વોન્ટેડ

થાન પોલીસના કાનાભાઈ સાબંડ, પ્રવીણભાઈ ડાભી સહિતનાઓને આંબેડકરનગર-3માં રહેતો પ્રકાશ લાલજીભાઈ સોલંકી તેના રહેણાક મકાનના ઉપરના માળે દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે ઘરમાં તપાસ કરતા કબાટમાંથી દારૂની વીવીધ બ્રાન્ડની નાની મોટી 411 દારૂની બોટલો કિંમત રૂપીયા 1,61,615ની મળી આવી હતી. આથી દારૂ કબજે કરી આરોપી પ્રકાશ સોલંકી સામે થાન પોલીસ મથકે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ થાન પોલીસ ચલાવી રહી છે. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસના વિજયસિંહ, ધવલસિંહ સહિતનાઓને ગજાનંદ પાર્કમાં રહેતો ધર્મેશ દરજી તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 40 વર્ષીય ધર્મેશ ધીરૂભાઈ ઝાલા વિદેશી દારૂની 4 બોટલો કિંમત રૂપીયા 2 હજાર સાથે પકડાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam