android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહના છાત્રો આવતીકાલે છેલ્લુ પેપર આપશે

calendar_todayMarch 17, 2026

Surendranagar: ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહના છાત્રો આવતીકાલે છેલ્લુ પેપર આપશે

ઝાલાવાડ સહિત સમગ્ર રાજયમાં તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષા અંતીમ તબક્કામાં પહોંચી છે. જેમાં સોમવારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના છાત્રોએ જીવ વિજ્ઞાનનું પેપર આપતા તેમની પરીક્ષા પુરી થઈ છે. જીવ વિજ્ઞાનમાં નોંધાયેલા 594માંથી 3 છાત્રો ગેરહાજર રહેતા 591 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે ધો. 10ના છાત્રોને તા. 16ના રોજ દ્વીતીય ભાષા હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, અરબી, સીંધીના પેપરો હતા. જેમાં નોંધાયેલા 16750 વિદ્યાર્થીઓમાંથી 386 ગેરહાજર રહેતા 16364 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે ધો. 12 સામાન્ય પ્રવાહના સંસ્કૃત વિષયની 3172 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડની પરીક્ષામાં આજે મંગળવારે ધો. 10ના છાત્રોન કોઈ પેપર નથી. જયારે ધો. 12માં નામાના મુળતત્વો વિષયની પરીક્ષા લેવાશે. પરીક્ષાના અંતીમ દિવસે તા. 18ના રોજ ધો. 10માં સામાજીક વિજ્ઞાન અને ધો. 12માં ઈતીહાસ વિષયની પરીક્ષા લેવાશે. જિલ્લામાં એક ચોટીલામાં થયેલ કોપીકેસને બાદ કરતા શાંતી પુર્વક પરીક્ષા યોજાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam