calendar_todayMay 2, 2026
Surendranagar: ડોકટર બનવાની ખેવના ધરાવનાર 1005 વિદ્યાર્થીઓ આજે નીટની પરિક્ષા આપશે
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા. 3 મેને રવીવારે ધો. 12 સાયન્સ પછી મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે જરૂરી એવી નીટની પરિક્ષાનું 5 કેન્દ્રો પર આયોજન કરાયુ છે. જેમાં 1005 વિદ્યાર્થીઓ નીટની પરિક્ષા આપશે. પરીક્ષા માટે સુરેન્દ્રનગર શહેરમાં 3 અને ધ્રાંગધ્રામાં 2 કેન્દ્રો બનાવાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં. ધો. 12 સાયન્સ પછી મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે ભારત સરકાર દ્વારા લેવાતી નીટ (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આજે તા. 3 મેને રવીવારે કરાયુ છે. આ પરિક્ષા જિલ્લાના 5 કેન્દ્રો પર લેવામાં આવનાર છે. આ અંગે પરીક્ષાના ઝોનલ અધીકારી અને ધ્રાંગધ્રાની જવાહર નવોદય શાળાના પ્રીન્સીપાલ કે.એસ.મીણાએ જણાવ્યુ કે, નીટની પરિક્ષા માટે જિલ્લામાં 1005 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરિક્ષા રવીવારે બપોરના 2 થી 5 સુધી યોજાનાર છે. પરંતુ વિદ્યાર્થીઓને બાયોમેટ્રીક હાજરી અને ફ્રીસ્કીંગના લીધે વહેલા પ્રવેશ આપી દેવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરની આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કુલ, આર.એ.પટેલ બોયઝ હાઈસ્કુલ અને કે.પી.ગર્લ્સ હાઈસ્કુલ ઉપરાંત ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલયમાં પરિક્ષા કેન્દ્ર બનાવાયા છે. જેમાં નોંધાયેલા 1005 વિદ્યાર્થીઓ મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે નીટની પરિક્ષા આપશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો