android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: સાયલા-ચોટીલા હાઇવે પર ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ ખાડામાં પડી, 15 મુસાફરોને ઇજા, 3 ગંભીર

calendar_todayJanuary 27, 2026

Surendranagar: સાયલા-ચોટીલા હાઇવે પર ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ ખાડામાં પડી, 15 મુસાફરોને ઇજા, 3 ગંભીર

સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર વહેલી સવારે ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બસ ટાલકે કાબુ ગુમાવતા બસ પાસેના ખાડીમાં ખાબકી હતી અને આખી બસ આડી થઇ ગઇ હતી. ઘટનામાં 15થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી

 બસ રોડની બાજુના ખાડામાં ખાબકી અને આડી પડી ગઈ

 અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રાવેલ્સની બસના ચાલકે સાયલા ચોટીલા પાઇવે પર હડાળા ગામના પાટીયા પાસે અચાનક સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા બસ રોડની બાજુના ખાડામાં ખાબકી અને આડી પડી ગઈ.

પંદરથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

અક્સ્માતના સમયે બસમાં સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી અને પંદરથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. સાયલા, ડોળીયા અને ચોટીલા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ચોટીલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

ત્રણ જેટલા ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા

સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણ જેટલા ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને નિયંત્રિત કર્યો છે અને ઘટના અંગે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો----    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ