android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar : થાનગઢમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, બે માસનો ગર્ભ રહેવાથી ભાંડો ફૂટ્યો

calendar_todayFebruary 6, 2026

Surendranagar : થાનગઢમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, બે માસનો ગર્ભ રહેવાથી ભાંડો ફૂટ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે..

 સગીરાને હાલમાં બે માસનું ગર્ભ રહી ગયો

 પ્રાપ્ત માહિતી મુજબ સગીરાને હાલમાં બે માસનું ગર્ભ રહી ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપીએ યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી, ભયના માહોલમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સગીરા ગર્ભવતી બનતા મામલો પ્રકાશમાં આવ્યો

સગીરા ગર્ભવતી બનતા મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેના પગલે તેણીને તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ

ઘટનાની ગંભીરતા જોતા થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. કેસની વધુ તપાસ dysp દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ વિગતો એકત્ર કરવાની કાર્યવાહી તેજ બનાવી છે.

અવરનવાર બનતી દુષ્કર્મની ઘટનાઓ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય

થાનગઢ વિસ્તારમાં સગીર બાળા સાથે થયેલી આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અવરનવાર બનતી દુષ્કર્મની ઘટનાઓ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે, ત્યારે દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો-----   Vadodara : પ્રદૂષણ ઘટાડવા પાલિકા એક્શન મોડમાં, શહેરની એલઇડી સ્ક્રીન પર દર્શાવાઇ રહ્યા છે AQI ડેટા