android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: સાયલામાં બે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ, 17.54 કરોડના ગાંજા સાથે બેની અટકાયત

calendar_todayJanuary 1, 2026

Surendranagar: સાયલામાં બે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ, 17.54 કરોડના ગાંજા સાથે બેની અટકાયત

સાયલા તાલુકાના અંતરિયાળ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપાઇ રહી હોવા છતા નશાના વાવેતરનો ખતરનાક વેપલો ધમધમી રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ તથા ધજાળા પોલીસ દ્વારા કરાયેલ બે અલગ અલગ દરોડામાં કસવાળીના બે ખેતરોમાંથી ખેત પાકોની આડમાં વાવેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે.

નશાના કાળા કારોબારનો પર્દાફાશ

એક જ ગામની સીમમાં અલગ અલગ બે જગ્યાએ કરેલા ગાંજા ના મોટા વાવેતર ઝડપાવાના મામલે પોલીસ દ્વારા બે ઇસમો વિરૂધ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરતા ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં ચાલતી બે નંબરની પ્રવૃતિઓ પર બાજ નજર રાખવા સાથે તમામ ગેરકાનૂની કામ કરતા તત્વો સામે લાલ આંખ કરી કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. નશાના ગેરકાયદે વેપલા પર અંકુશ લેવા પોલીસને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

કપાસ તેમજ એરંડાના પાકની આડમાં ગાંજાનું વાવેતર

સાયલા તાલુકાના અંતરિયાળ એવા કસવાળી ગામે પોલીસને મળેલી આધારભૂત બાતમીના આધારે કરાયેલી બે અલગ અલગ કાર્યવાહીમાં કરોડોની કિંમતના ગાંજાનું વાવેતર ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે કસવાળી ગામે આવેલ એક વાડીમાં દરોડો પાડતા કપાસ તેમજ એરંડાના પાકની આડમાં વાવેલા ગાંજાના વાવેતરને ઝડપી લેવાયું હતું.SOGની ટીમે ખેતરમાંથી આરોપી સંજય ભોપાભાઈ તાવિયાને દબોચી લેવા સાથે લીલા ગાંજાના 550 છોડવાઓ જેનું વજન 3036.800 કિલોગ્રામના જપ્ત કરતા અધધધ કહી શકાય તેટલા 151840000 રૂ.ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો.

તુવેરના પાકની આડમાં વાવેલા 120 નંગ ગાંજાના છોડ

પોલીસે કસવાળીના ભાવુ રવજીભાઇ મીઠાપરાના ખેતરમાં છાપો મારતા તુવેરના પાકની આડમાં વાવેલા 120 નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસ દ્વારા 471.800 કિલોગ્રામ વજનના 120 છોડ જેની કિંમત 23590000 રૂપિયાના જપ્ત કરવા સાથે આરોપી ભાવુ મીઠાપરા વિરુધ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરતા નશાનો વેપલો કરતા તત્વો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.પોલીસની ટીમો દ્વારા કરાયેલ કાર્યવાહી બાદ બંને સ્થાનો પર ગાંજાના છોડવાઓ નો મુદ્દામાલ જમીન માંથી ઉખાડી તેને કાયદાનુસાર સીલ કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Junagadh News: ભેંસાણમાં મૃત ખેડૂતોના નામે રાહત સહાય મેળવવાનું કૌભાંડ, VCE સામે ગુનો નોધાયો