android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

calendar_todaySeptember 1, 2026

Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મળેલી ચોક્કસ અને સચોટ બાતમીના આધારે રાજકોટ રેન્જ સ્ક્વોડની ટીમે મૂળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. ભવાનીગઢની સીમમાં અવાવરૂ જગ્યાએ મોટા પાયે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી.

 ભવાનીગઢમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેન્જ ટીમનો દરોડો

પોલીસે અચાનક પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ અને તે બનાવવાનો કાચો માલ-સામાન મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 620 લીટર તૈયાર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવામાં વપરાતો 4,000 લીટર ઠંડો આથો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો અને સાધન-સામગ્રી સહિત કુલ રૂ. 2,08,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપી હસમુખ દેકાવાડીયા સામે ગુનો દાખલ

દરોડા દરમિયાન દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી હસમુખભાઈ મધુભાઈ દેકાવાડીયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. રાજકોટ રેન્જ ટીમ દ્વારા આ મામલે મૂળી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી હસમુખ દેકાવાડીયાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: ડીંડોલીમાં જાહેરમાં હથિયારોથી આતંક મચાવનાર 6 રીઢા ગુનેગારો CCTV ના આધારે ઝડપાયા