android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: વઢવાણમાં જુગારના 2 દરોડા : 13 પકડાયા

calendar_todayJanuary 11, 2026

Surendranagar: વઢવાણમાં જુગારના 2 દરોડા : 13 પકડાયા

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે દુધરેજ-ખોડુ રોડ પર અને વઢવાણ પોલીસે વચલા કોળીપરામાં ગુડદી પાસાના જુગાર પર દરોડા કર્યા હતા. જેમાં 13 જુગારીયાઓ રોકડ, મોબાઈલ, બાઈક મળી કુલ રૂપીયા 4,34,580ની મત્તા સાથે પકડાયા હતા.

સુરેન્દ્રનગર એ ડીવીઝન પીએસઆઈ એચ.એસ.જાડેજા, ધનરાજસિંહ, વિજયસિંહ સહિતની ટીમને દુધરેજ ખોડુ રોડ પર ગુડદી પાસાના જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં શકિતસિંહ સહદેવસિંહ ઝાલા, વિજય ખોડાભાઈ ડાભી, વિરમ કાળુભાઈ સારલા, રવી રાજુભાઈ ઝીંઝુવાડીયા, ઈમ્તીયાઝ ઉર્ફે અલતાફ ગુલામહુસેનભાઈ મોવર, દિનેશ જેસીંગભાઈ કુન્તીયા, પ્રવીણ ઉર્ફે જબુદ અજુભાઈ ડેડાણીયા, રોહીત ઉર્ફે ભાણો ચકાભાઈ કોરડીયા, હનીફ અબ્બાસભાઈ કટીયા, હીતેશ ઉર્ફે ચીની નટુભાઈ ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 1.70 લાખ, રૂપીયા 1.21 લાખના 10 મોબાઈલ ફોન અને રૂપીયા 1.40 લાખના 4 બાઈક મળી કુલ રૂપીયા 4.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ તમામ જુગારીયાઓ સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે વઢવાણ પોલીસે શીયાણી પોળ બહાર વચલા કોળી પરામાં જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં અશોક નાથાભાઈ મકવાણા, રતીલાલ જગમાલભાઈ ઠાકોર અને ધીરૂ મુળજીભાઈ પરમાર ગુડદી પાસાનો જુગાર રમતા રોકડા રૂપીયા 3580 સાથે ઝડપાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો