android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar : જિલ્લામાં જુગારના 3 સ્થળે દરોડામાં 8 શખ્સો ઝડપાયા

calendar_todayNovember 1, 2026

Surendranagar : જિલ્લામાં જુગારના 3 સ્થળે દરોડામાં 8 શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખરાથળ, ચોટીલા તાલુકાના ઢોકળવા અને દસાડા તાલુકા ગ્રામ્યના જૈનાબાદમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 8 જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહિત રૂપીયા 53,270ની મત્તા સાથે પકડાયા છે. જિલ્લા પોલીસના જે તે પોલીસ મથકે જુગાર રમતા રંગેહાથ ઝડપાયેલા શખ્સો સામે જુગારધારા મુજબનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલાવાડમાં પોલીસે જુગારની બદી પર જુદાં જુદાં સ્થળે પાડેલા દરોડાની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ થાન પોલીસ મથકના એચસી જયદીપભાઈ કલોતરા, નરેશભાઈ ભોજીયા સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન ખાખરાથળ ગામે શકિત માતાજીના મંદિર સામે ઓટા પર અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ખાખરાથળનો સુર્યદીપસિંહ ભગીરથસિંહ ઝાલા, મમલા નાનુભાઈ સારદીયા, રાણીપાટનો વિપુલ ગડાભાઈ ચૌહાણ અને મનોજ પ્રથુભાઈ પરમાર ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા છે. પોલીસે રોકડા રૂપીયા 13,390 અને રૂપીયા 35 હજારના 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 48,390નો મુદ્દામાલ કબજે કરી ચારેય સામે થાન પોલીસ મથકે જુગારધારા મુજબ ફરિયાદ નોંધી છે. જયારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા આણંદપુર પોલીસે રેડ કરી હતી. જેમાં ગૌતમ જોરૂભાઈ ધાંધલ, મંગળુ બાબભાઈ ખાચર અને ભનુ દેવાભાઈ વાસાણી રોકડા રૂપીયા 4110 સાથે ઝડપાયા છે. આ તમામ સામે આણંદપુર પોલીસ મથકે જુગારધારા મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ દસાડાના જૈનાબાદમાંથી 31 વર્ષીય અઝરૂદ્દીન સમસુદ્દીન સૈયદ રોકડા રૂપીયા 230 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયો છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો