android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: વઢવાણના 40 ગામડાઓમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયા

calendar_todayJune 7, 2026

Surendranagar: વઢવાણના 40 ગામડાઓમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયા

વઢવાણ તાલુકાના ચાલીસ ગામડાના લોકોની આંખની ઘેર બેઠા તપાસ થઇ જાય અને જરૂરી ચશ્મા,દવા અને ઓપરેશન પણ થઇ જાય એ માટે શ્રી રાજચંદ્ર મશીન ધરમપુર દ્વારા કેમ્પ શરૂ કરતા મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહયા છે.  

પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રામ્ય વિસ્તારના વધારે લોકો ખેતી અને મજુરી સાથે જોડાયેલા હોવાથી સમયસર આરોગ્ય કે આંખની સંભાળ રાખી શકતા નથી.ત્યારે રાજચંદ્ર મીશનની સુરેન્દ્રનગર સ્થિત શ્રીરાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલની ટીમ વઢવાણ તાલુકાના 40 ગામડાઓમાં વારાફરતી આરોગ્ય કેમ્પ યોજી આંખની ચકાસણી કરી જરૂરી લોકોને વિનામુલ્યે ચશ્મા આપી રહયા છે કેલ્શીયમની ઉણપ દેખાતી હોય એવા લોકોને દવા આપી રહયા છે અને મોતીયાના ઓપરેશનની જરૂર જણાતા લોકોને વિનામુલ્યે ઓપરેશનની પણ વ્યવસ્થા કરી રહયા છે.ગામડામાં વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે રોટરીકલબ,મોહનભાઇ પટેલ સહિતનાની સામાજીક સંસ્થાઓ અને ધાર્મીક સંસ્થાઓ પણ સેવા આપી રહી છે.

આમ શ્રી રાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલની ટીમની ગામડામાં ઘેરબેઠા આંખની તપાસ બાદની જરૂરી તમામ સેવાઓ પુરી પાડતા સમગ્ર વિસ્તારના લોકોએ ભારે આનંદ વ્યકત કર્યો છે. વઢવાણ તાલુકા ગ્રામ્યના સેવા યજ્ઞ અંગે મોહનભાઇ પટેલે જણાવેલકે ગામડાના લોકો માટે રાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલ(સી.યુ.શાહ હોસ્પીટલ સાથે જોડાયેલ) ની ટીમ દ્વારા આંખની ચકાસણી કર્યા બાદ 7000 જેટલા લોકોને વિનામુલ્યે ચશ્મા,દવા અપાઇ છે આમ સમયસર આંખની ચકાસણી થતા અને ક લોકોની આંખની વધારે ખામી થતા બચી જતા લોકોએ ભારે આનંદ વ્યકત કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો