android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: જુગારના 5 સ્થળે દરોડા : 17 પકડાયા, 4 ફરાર

calendar_todayJanuary 23, 2026

Surendranagar: જુગારના 5 સ્થળે દરોડા : 17 પકડાયા, 4 ફરાર

સુરેન્દ્રનગર શહેરના પાર્શ્વનાથ ફલેટ, મેલડી પરા, સરકીટ હાઉસ સામે, દસાડાના ખારાઘોડા અને લીંબડીના ભથાણમાં પોલીસે જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં 17 શખ્સો રોકડ, મોબાઈલ, કાર, બાઈક મળી રૂ. 5,76,860ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. ભથાથમાં 3 અને ખારાઘોડામાં 1 જુગારી પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો.

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ પરમાર, મહાવીરસિંહ બારડ સહિતનાઓને કુંથુનાથ દેરાસર પાસે આવેલ પાર્શ્વનાથ ફલેટમાં આવેલ ઓરડીમાં જુગારની બાતમી મળતા બુધવારે મોડી સાંજે રેડ કરાઈ હતી. જેમાં આતીશ પ્રવીણચંદ્ર ઠક્કર, મુકેશ જીવણભાઈ મોરી, હીરેન ભરતકુમાર વોરા, મનસુખ સોમાભાઈ લોરીયા અને અશોક ધીરજલાલ ઘેલાણી રોકડા રૂ. 83,470, 5 મોબાઈલ ફોન, કાર-બાઈક મળી કુલ રૂ. 4,43,470નો મુદ્દામાલ કબજે કરી એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જયારે પાટડી પીઆઈ બી.સી.છત્રાલીયા, જયેશભાઈ મકવાણા સહિતનાઓને તા. 21મીએ મોડી સાંજે ખારાઘોડા ગામે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ઈનાયત હસનભાઈ સૈયદ, અશોક છનાભાઈ ડોડવાડીયા અને નારાયણ ખોડીદાસભાઈ પટેલ રોકડા રૂ. 25,350 સાથે પકડાયા હતા. આ દરોડામાં મુના ભીખાભાઈ ઠાકોર ફરાર થઈ ગયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના ધવલસિંહ સીસોદીયા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન સુરેન્દ્રનગરના મેલડી પરામાં આવેલ હનુમાનજીના મંદિર પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગોવિંદ દેવશીભાઈ જખવાડીયા, સવજી રઘુભાઈ સીતાપરા, અજય મહાદેવભાઈ વીકાણી, બીપીન કરશનભાઈ કઠેકીયા અને રાજુ બાબુભાઈ વાઘરોડીયા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂ. 1620 સાથે પકડાયા હતા. આ ઉપરાંત લીંબડી ડીવાયએસપી સ્કવોડને લીંબડી તાલુકાના ભથાણ ગામે કેનાલ પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અબ્બાસ અલ્લાઉદ્દીનભાઈ ભથાણીયા, સલમાન અલજીભાઈ મુળીયા, ડાયા મોતીભાઈ પરમાર રોકડા રૂ. 10,070, રૂ. 90 હજારના 3 બાઈક મળી રૂ. 1,00,070ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં મીયા ઉર્ફે મનો જીણાભાઈ ભથાણીયા, આરીફ અહેમદભાઈ ભથાણીયા અને અમીર આસમભાઈ મુળીયા ફરાર થઈ ગયા હતા. અને સુરેન્દ્રનગરના નવા સરકીટ હાઉસ સામે આવેલ ઝમઝમ પાનના ગલ્લા પાસેથી મહમદસલીમ રહીમભાઈ માણેક મોબાઈલમાં વરલી-મટકાનો જુગાર રમતા રોકડા રૂ. 3250 અને રૂ. 3 હજારના મોબાઈલ ફોન સહિત રૂ. 6250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો