android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: સાયલા દારૂ કેસનો 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

calendar_todayAugust 5, 2026

Surendranagar: સાયલા દારૂ કેસનો 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સુરેન્દ્રનગર : સાયલાના મૂળી બાયપાસ રોડ પર તા. 2-1-2020ના રોજ વાહન ચેકીંગ કરી રહેલા પીએસઆઈ જે.આર.ડાંગર, એએસઆઈ વી.એમ.ડેર સહિતનાઓએ એક પીકઅપ કારને રોકી તપાસ કરી હતી. જેમાં જુનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકાના રૂપાવટી ગામનો અનક સામતભાઈ વીકમા અને અમરેલી જિલ્લાના ધારીનો દારૂ, મોબાઈલ, પીકઅપ સહિત રૂપીયા 5.96 લાખની મત્તા સાથે પકડાયા હતા. આ બનાવની તપાસમાં ગાંધીધામના શિવરાજ ઝાલાનું નામ ખુલ્યુ હતુ. પરંતુ પોલીસ ધરપકડ ટાળવા આ શખ્સ નાસતો ફરતો હતો. ત્યારે સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના સંજયભાઈ પાઠકની બાતમીને આધારે પોલીસે ગાંધીધામની હોથચંદાણી હોસ્પીટલમાંથી 6 વર્ષથી ફરાર આરોપી શિવરાજ કીશોરભાઈ ઝાલાને ઝડપી લઈ સાયલા પોલીસના હવાલે કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો