android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagarના લીંબડી અને સાયલામાં 60 લાખથી વધુની વીજચોરી તંત્રએ ઝડપી પાડી, જુઓ Video

calendar_todayJanuary 1, 2026

Surendranagarના લીંબડી અને સાયલામાં 60 લાખથી વધુની વીજચોરી તંત્રએ ઝડપી પાડી, જુઓ Video

તંત્ર દ્વારા આ સાથે ચેકીંગ દરમ્યાન ગેરરીતિ કરતા સો થી વધુ જોડાણ ધારકોને 60 લાખથી વધુની રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટ કોર્પોરેટ ઓફિસની સૂચના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક્ષક ઇજનેર એન.એન.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ લીંબડી ડિવિઝન અંતર્ગત આવતા ત્રણ તાલુકાઓના ગામોમાં વહેલી સવારથી જ ઓચિંતું વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તંત્રએ વીજચોરીને લઈ 60 લાખનો દંડ ફટકાર્યો

લીંબડી, પાણશીણા,ચુડા ગ્રામ્ય તેમજ સાયલાના ગામોમાં એક સાથે હાથ ધરાયેલ કાર્યવાહીમાં પીજીવીસીએલની 42 જેટલી ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. GUVNL ડ્રાઇવ અંતર્ગત યોજાયેલ વીજ ચેકિંગમાં સાયલા શહેર, વખતપર, નવા સુદામડા, કેરાળા, મદારગઢ, ડોળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખી વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. તંત્રની ટીમો દ્વારા કુલ 470 જેટલા ઘર વપરાશના વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 109 જોડાણોમાં ગેરરીતી બહાર આવતા તમામને મળી આશરે 60 લાખથી વધુનો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.


આ પણ વાંચો : Gujaratમાં નવા વર્ષથી ST બસની મુસાફરી મોંઘી બની, 10 થી 60 કિમીની યાત્રામાં 1 રૂપિયાનો વધારો, જુઓ Video