android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: ઝાલાવાડના 7014 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્કોલરશિપની પરીક્ષા આપી

calendar_todayJanuary 5, 2026

Surendranagar: ઝાલાવાડના 7014 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્કોલરશિપની પરીક્ષા આપી

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા. 3-1ને શનિવારે ધો. 8ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મેરીટ મીન્સ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. જેમાં નોંધાયેલા 7204માંથી 7014 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ભારત સરકાર દ્વારા દર વર્ષે નેશનલ મેરીટ મીન્સ સ્કોલરશીપ હેઠળ ધો. 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય છે. વર્ષ 2008થી શરૂ થયેલ આ પરીક્ષામાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ ધો. 12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધી ધો. 9,10,11,12 એમ 4 વર્ષ તેમને માસીક રૂપીયા 1 હજાર સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ ડાયરેકટ વિદ્યાર્થીઓના ખાતામાં જ જમા થાય છે. ત્યારે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા. 3 જાન્યુઆરીના રોજ બપોરે 12 થી 3 દરમીયાન આ પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝાના માર્ગદર્શનથી પરીક્ષાના ઝોનલ અધીકારી વિરેન્દ્રસિંહ ઝાલાની દેખરેખ નીચે જિલ્લાના 10 તાલુકામાં આ પરીક્ષા લેવા માટે 30 પરીક્ષા કેન્દ્રો બનાવાયા હતા. જેમાં નોંધાયેલા 7204માંથી 7014 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ધો. 7 અને 8ના ગણીત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયોના પ્રશ્નો પુછવામાં આવે છે. અને તેમાં બૌધ્ધીક યોગ્યતા અને શૈક્ષણીક યોગ્યતાના પ્રશ્નોનો સમાવેશ કરાય છે.

રાજય વેરા નિરીક્ષક બનવા 2201 ઉમેદવારોએ પરીક્ષા આપી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજય વેરા નિરીક્ષક વર્ગ-3ની 323 જગ્યાઓ ભરવા માટે તા. 4 જાન્યુઆરીએ સમગ્ર રાજયમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 12 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નોંધાયેલા 2598 ઉમેદવારોમાંથી 2201 ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 397 ઉમેદવારો ગેરહાજર જણાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો