android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: નાવીયાણી ગામના રૂ. 8.40 કરોડની છેતરપિંડી કેસનો ફરાર આરોપી પકડાયો

calendar_todayJanuary 30, 2026

Surendranagar: નાવીયાણી ગામના રૂ. 8.40 કરોડની છેતરપિંડી કેસનો ફરાર આરોપી પકડાયો

દસાડાના નાવીયાણી ગામે રહેતા જેરામભાઈ જીવાભાઈ મરેડીયાએ પોતાની ખેતીની જમીન વેચવા કાઢી હતી. જેમાં અમદાવાદના જમીન લે-વેચના દલાલ રાજુભાઈ ગોવિંદભાઈ મકવાણા એક પાર્ટી લઈને તેમની પાસે આવ્યા હતા. અને જમીનનો ભાવ એક વીઘાના 1.05 કરોડ લેખે 8 વીઘાના રૂ. 8.40 કરોડ નક્કી થયા હતા. તા. 5-5-22ના રોજ રાજુભાઈ તેમની સાથે જમીન લેનાર અમદાવાદના ગૌરાંગ નાથાલાલ પટેલ સહિતનાઓને લઈને આવ્યા હતા. અને પાટડી મામલતદાર કચેરીએ દસ્તાવેજ કરાવતા પહેલા કારમાં થેલામાં રૂપીયા હોવાનું કહી કચેરીમાં સીસીટીવી છે, રૂપીયા ન લેવાય તેમ જણાવી દસ્તાવેજ કરી લીધો હતો. બાદમાં રૂ. 8.40 કરોડ આપ્યા વગર ફરાર થઈ છેતરપિંડી આચરાઈ હતી. આ બનાવમાં ગૌરાંગ નાથાલાલ પટેલ, કૌશીક સકરચંદભાઈ પટેલ, રાજુ ગોવિંદભાઈ મકવાણા, અશ્વીન ચુથાભાઈ રબારી, મૌલેશ બેચરભાઈ ભરવાડ, ધીરૂ ગોકાભાઈ ભરવાડ અને અજય જીતેન્દ્રભાઈ શુકલા સામે તા. 20-5-22ના રોજ પાટડી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસનો ફરાર આરોપી રાજુ મકવાણા અમદાવાદમાં હોવાની બાતમી પેરોલ ફર્લો અજયવીરસિંહ, અશ્વીનભાઈ સહિતનાઓને મળતા વોચ રાખી હતી. જેમાં એસપી રીંગ રોડ પર આવેલ ફાયર બોકસ ક્રિકેટ પાસેથી પોલીસે ફરાર આરોપી રાજુ મકવાણાને ઝડપી લીધો હતો. આ શખ્સને પાટડી પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો