calendar_todayMay 2, 2026
Surendranagar: સુરેન્દ્રનગર 'મહાનગર' બન્યું પણ GIDC હજુ મધ્યયુગમાં ! ખખડધજ રસ્તા અને ઉભરાતી ગટરો વચ્ચે કારખાનેદારો લાચાર
સુરેન્દ્રનગર : વઢવાણ જીઆઈડીસીમાં 500થી વધુ નાના-મોટા એકમો ધમધમી રહ્યા છે. જેમાં ઉત્પાદીત થતો માલ ગુજરાત અને દેશબહાર નીકાસ થાય છે. જીઆઈડીસીના ઉદ્યોગો પ્રતી વર્ષ સરકારને કરોડો રૂપીયાનો ટેકસ ચુકવે છે. પરંતુ સુવિધાના નામે જીઆઈડીસીમાં મીંડુ છે. જીઆઈડીસીમાં ઠેરઠેર ગટરોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળે છે. નીયમીત ગટર સફાઈ ન થતી હોવાથી ગંદા પાણીથી કારખાનેદારો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ જીઆઈડીસીમાં આવેલ એકપણ રસ્તો સારો નથી. તમામ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી ઉદ્યોગકારો અને કારખાનાના કર્મીઓ તથા મજુરોને ભારે પરેશાની વેઠવી પડે છે. સુરેન્દ્રનગર મહાનગર બન્યા બાદ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. પરંતુ જીઆઈડીસી વિસ્તાર હજુ પણ વિકાસ ઝંખી રહ્યો છે. ત્યારે વઢવાણ જીઆઈડીસીના ભવાની પ્લાસ્ટીક એકમના સમીરભાઈ જોબનપુત્રાએ જીઆઈડીસીના રાજકોટ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખીત રજુઆત કરી છે. જેમાં જીઆઈડીસી ઓથોરીટી આ તરફ લક્ષ આપે અને જીઆઈડીસી વિસ્તારમાં પ્રાથમીક સુવિધા પુરી પડાય તેવી માંગણી કરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો