android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: માલવણ-પાટડી હાઈવે પર દારૂની હેરાફેરી, LCBએ 28 લાખનો જથ્થો ઝડપ્યો

calendar_todayMarch 10, 2026

Surendranagar: માલવણ-પાટડી હાઈવે પર દારૂની હેરાફેરી, LCBએ 28 લાખનો જથ્થો ઝડપ્યો

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર એલસીબી પોલીસે તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે. પાટડી-માલવણ હાઈવે પર ફાટક નજીકથી પોલીસે ઘાસની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ઘાસ નીચે છુપાવ્યો હતો દારૂ

ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક આઈસર ગાડીને રોકીને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આઈસરમાં ઉપરના ભાગે ઘાસ ભરેલું હતું, પરંતુ તેની નીચે વિદેશી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન કુલ 28.73 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબીનું કનેક્શન ખુલ્યું

પોલીસે સ્થળ પરથી આઈસરના ડ્રાઈવર પોકરારામ કાનારામ જાટને દબોચી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો મોરબીના એક શખ્સે મંગાવ્યો હતો. આ મામલે પોલીસે બજાણા પોલીસ મથકે ડ્રાઈવર સહિત દેવારામ જાટ, આઈસરના માલિક અને દારૂ મંગાવનાર મોરબીના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:Ahmedabad: સરદારનગરમાં PCBના દરોડા, કુખ્યાત મહિલા બુટલેગર 'બળેલી'ના અડ્ડા પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો