android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News: લીંબડી નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર ત્રીપલ અકસ્માત, 2 ના મોત, 7 ઈજાગ્રસ્ત

calendar_todaySeptember 7, 2026

Surendranagar News: લીંબડી નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર ત્રીપલ અકસ્માત, 2 ના મોત, 7 ઈજાગ્રસ્ત

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક આવેલા કટારિયા ગામ પાસે એક અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં કાર, ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે ત્રીપલ અકસ્માત થતાં માર્ગ પર સન્નાટો વ્યાપી ગયો હતો. વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટના સ્થળે જ ભારે ચીસાચીસ મચી ગઈ હતી.

અકસ્માતમાં 2 લોકોના મોત, 7 લોકો ઈજાગ્રસ્ત

આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનીકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ 7 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની વધુ ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

Surendranagar News: Limbdi Triple Road Accident: 2 Dead, 7 Injured on Ahmedabad-Rajkot Highway

પોલીસ કાફલો ઘટના સ્થળે, હાઈવે પર ટ્રાફિક જામ

અકસ્માતની જાણ થતાં જ લીંબડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક સુચારૂ કરવાની સાથે સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે અમદાવાદ-રાજકોટ હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનોની અવરજવર પર ભારે અસર પડી હતી.


આ પણ વાંચો: Surendranagar: ઈન્સ્ટાગ્રામ થકી પાંચ વર્ષ પૂર્વે થયેલા પ્રેમનો કરૂણ અંજામ