android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News: સાયલામાં ગેરકાયદે થતાં ખનન પર દરોડા, 38 ડમ્પરો અને 14 હિટાચી મશીનો સહિતનો મુદ્દામાલ જપ્ત

calendar_todayMarch 16, 2026

Surendranagar News: સાયલામાં ગેરકાયદે થતાં ખનન પર દરોડા, 38 ડમ્પરો અને 14 હિટાચી મશીનો સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાં શનિવારે બેફામ ધમધમતા ગેરકાયદે બ્લેક્ટ્રેપ ખનીજના ખનનની બાતમીના આધારે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા ઓચિંતો દરોડો પાડતા ખનીજચોરી કરતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. તંત્રના સંયુક્ત દરોડામાં સીમ વિસ્તારમાં અલગ અલગ પાંચ જેટલા સ્થાનો પર ચાલતા મોટા પાયે ખોદકામનો પર્દાફાશ થયો હતો.

ખનીજ માફીયાઓના કારસ્તાનનો પર્દાફાશ

તંત્ર દ્વારા બપોરના સમયે કરેલ દરોડામાં કુલ 38 જેટલા ડમ્પરો,14 હિટાચી મશીનો, એક્સપ્લોસીવ નો જથ્થો સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.સુદામડા ગામે બે વર્ષ પહેલાં એક ખાણ પર ગેરકાયદે ખનન મામલે તંત્ર દ્વારા અંદાજે 270 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો તે જ ખાણ ખનીજ માફિયા દ્વારા ફરી શરૂ કરતા ત્યાં કરાયેલ ત્રીજા દરોડામાં મોટી ખનીજ ચોરી ફરી એક વખત ઝડપાતા બેફામ બનેલા ખનીજ માફીયાઓના કારસ્તાનનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે.

ભૂમાફિયાઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરાઈ

સુદામડા ગામે કરાયેલ કાર્યવાહીમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ,લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, LCB પીઆઇ જે.જે જાડેજા,સાયલા પોલીસ તેમજ ખનીજ વિભાગની વિવિધ ટીમો અલગ અલગ સ્થળે ચાલતા ગેરકાયદે ખનનને પકડવા માટે ખૂબ દોડધામ કરવી પડી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ખનીજ કૌભાંડ ના સ્થળે પહોંચ્યા હતા અને હાજર પોલીસ અધિકારીઓ,ખનીજ વિભાગ ની ટીમ સાથે ચર્ચાઓ કરી જરૂરી સૂચના આપી હતી તેમજ આગામી કાર્યવાહી માટે ખનીજ વિભાગ દ્વારા થયેલ ખોદકામ મામલે જવાબદાર ભૂમાફિયાઓ ને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ Ahmedabad News: ચકચારી બિટકોઈન કેસમાં પૂર્વ IPS જગદીશ પટેલના જામીન મંજૂર, વિદેશ જવા હાઇકોર્ટની મંજૂરી