android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News: નાયબ મુખ્ય દંડકના હસ્તે રૂ. 64 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, રિવરફ્રન્ટ અને ટાઉન હોલનું થશે નવનિર્માણ

calendar_todayMay 6, 2026

Surendranagar News: નાયબ મુખ્ય દંડકના હસ્તે રૂ. 64 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, રિવરફ્રન્ટ અને ટાઉન હોલનું થશે નવનિર્માણ

સુરેન્દ્રનગર શહેર માટે આજનો દિવસ વિકાસની નવી ક્ષિતિજો ખોલનારો સાબિત થયો છે. સુરેન્દ્રનગર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા છે. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટમાંથી વિવિધ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે કરોડો રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

રિવરફ્રન્ટ ફેઝ 3 અને અદ્યતન ટાઉન હોલ

આ અવસરે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રૂ. 56 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 ના નવનિર્માણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા નાગરિકોને હરવા-ફરવા માટે અમદાવાદ જેવો જ એક ઉત્તમ નદી કિનારો મળશે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર શહેરના ઐતિહાસિક રંભાબેન ટાઉન હોલને રૂ. 8 કરોડના ખર્ચે અદ્યતન ઓપ આપવામાં આવશે. આ બંને મોટા પ્રોજેક્ટ્સ શહેરની સુવિધા અને સુંદરતામાં અનેકગણો વધારો કરશે.

સુખાકારી માટે કરોડોની ગ્રાન્ટ

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરને મનપાનો દરજ્જો મળ્યા બાદ શહેરના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. નાગરિકોની સુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ અને અદ્યતન ટાઉન હોલ જેવા પ્રોજેક્ટ્સ આગામી સમયમાં સુરેન્દ્રનગરની નવી ઓળખ પ્રસ્થાપિત કરશે.


આ પણ વાંચો - Surendranagar : લીંબડી તાલુકાના ઘોઘાસર ગામમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે અથડામણ, તીક્ષ્ણ હથિયારોથી કર્યો હુમલો