android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News: પાટડી APMC માર્કેટ યાર્ડમાં ભાજપનો ઐતિહાસિક વિજય

calendar_todayOctober 17, 2026

Surendranagar News: પાટડી APMC માર્કેટ યાર્ડમાં ભાજપનો ઐતિહાસિક વિજય

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માર્કેટ યાર્ડની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા તમામ બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભાજપે વિરોધીઓને પછાડીને એકતરફી જીત હાંસલ કરી છે.

ખેડૂત વિભાગની 10 માંથી 10 બેઠકો પર ભગવો

પાટડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો માટે મતદાન યોજાયું હતું. આજે જાહેર થયેલાં પરિણામોમાં ભાજપની પેનલે તમામ 10 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. આ પરિણામથી સહકારી ક્ષેત્રમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે.

ઢોલ-નગારા અને ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી

માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપની પેનલ વિજેતા જાહેર થતાં જ APMC પરિસર ખુશીના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. જીતની ખુશીમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ ઢોલ-નગારાના તાલે ગરબા રમ્યા હતા અને આતશબાજી કરીને ફટાકડા ફોડીને ભવ્ય જશ્ન મનાવ્યો હતો.

દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિ

આ ભવ્ય વિજય ટાણે દસાડા-લખતરના લોકપ્રિય ધારાસભ્ય પી. કે. પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી નરેશભાઈ, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ તેમજ મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહી વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.


આ પણ વાંચો: Agriculture News: રવિ સીઝન પહેલાં જગતનો તાતની વધી ચિંતા, NPK ખાતરની થેલીમાં તોતિંગ વધારો