calendar_todayJanuary 25, 2026
Surendranagar News : પાટડીમાં બે વ્યક્તિઓએ CNG પંપ પર લૂંટ ચલાવી હુમલો કર્યો
સુરેન્દ્રનગરના પાટડીમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા કાર ચાલકે સીએનજી પંપ પર લૂંટ કરી મારામારી કરી હતી. બે વ્યક્તિઓએ પંપ પર લૂંટ ચલાવી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સીએનજી પંપના કર્મચારીને ધોકાથી માર માર્યો અને 4400 રૂપિયાની લૂંટ ચલાવાઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સુરેન્દ્રનગરના પાટડીમાં મારામારીનો બનાવ
સુરેન્દ્રનગરના પાટડીમાં બજાણા પાટડી રોડ ઉપર આવેલ સહજાનંદ સીએનજી પમ્પ ખાતે અજાણ્યા કારચાલક દ્વારા કર્મચારીને માર મારી લૂંટ કરવામાં આવી છે. ક્રેટા કારમાંથી બે વ્યક્તિઓ દ્વારા સીએનજી પમ્પના કર્મચારી ઉપર ધોકા વડે માર મારી લૂંટ ચલાવાઈ છે. કર્મચારીઓ પાસેથી રૂ.4400 લૂંટ ચલાવી માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીએનજી પંપના કર્મચારી સુનિલ દ્વારા પાટડી પોલીસ સ્ટેશન ખાતે કારમાં આવેલા બે શખ્સો સામે માર મારવા અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી અને કારના નંબરને આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.