calendar_todayJanuary 29, 2026
Surendranagar: જિલ્લા ગ્રામ્યમાં PGVCLની 35 ટીમ દ્વારા દરોડા : રૂ. 34.04 લાખનો દંડ વસુલાયો
સુરેન્દ્રનગર અધિક્ષક ઈજનેર એન.એન.અમીનની સુચનાથી પીજીવીસીએલની 35 ટીમોએ મુળી તાલુકાના નવાણીયા, નળીયા, જશાપર, કુકડા, ચોટીલાન રૂપાવટી, રાજાવાડ, લોમા કોટડી, ડોસલીધુના, ઝીંઝુડા, થાન અને જોરાવરનગર શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં 11 એસઆરપી જવાનો અને 21 પોલીસ કર્મીઓ સાથે 4 વીડીયોગ્રાફરો પણ જોડાયા હતા. વીજ ટીમોએ કુલ 310 ઘર વપરાશના, 15 ખેતીવાડીના મળી 325 વીજ જોડાણોની તપાસ કરી હતી. જેમાં ઘર વપરાશના 76, ખેતીવાડીના 3 મળી કુલ 79 કનેકશનમાં ગેરરીતી ધ્યાને આવી હતી. જયારે વીજ કનેકશન જ ન લીધુ હોય તેવા 56 વીજ ચોરીના કેસો પકડાયા હતા. આ તમામને વીજ કંપની દ્વારા 34.04 લાખના વીજ દંડ ફટકારવામાં આવ્યા છે. વીજ કંપનીની ચેકિંગની કામગીરીથી વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો