android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagarમાં PGVCLનો વીજચોરો પર હથોડો, એક સપ્તાહમાં 565 કનેક્શન ઝડપાયા

calendar_todayJanuary 6, 2026

Surendranagarમાં PGVCLનો વીજચોરો પર હથોડો, એક સપ્તાહમાં 565 કનેક્શન ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું દૂષણ ડામવા માટે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં વીજ તંત્રએ કરોડો રૂપિયાની વીજચોરી ઝડપી પાડી છે. PGVCLની ટીમો દ્વારા મુખ્યત્વે સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા વિવિધ ગામો અને શહેરી વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં તપાસ

આ કામગીરી માટે વીજ તંત્રની અનેક ટુકડીઓએ રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડી કનેક્શનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની વિગતો મુજબ; કુલ તપાસાયેલા જોડાણો: 3,291. ઘર વપરાશ (રહેણાંક): 3,212 જોડાણો. વાણિજ્યિક (કોમર્શિયલ): 56 જોડાણો. ખેતીવાડી: 23 જોડાણો. આ સઘન ચેકિંગ દરમિયાન કુલ 565 વીજ જોડાણોમાં ગેરરીતિ અને ડાયરેક્ટ વીજચોરી માલુમ પડી હતી.

PGVCLની કડક ઝુંબેશથી વીજચોરોમાં ફફડાટ

આ તમામ કનેક્શન ધારકોને તંત્ર દ્વારા કુલ રૂ.2.51 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ કંપનીની આ આક્રમક કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેથી લાઈન લોસ ઘટાડી શકાય અને પ્રમાણિક ગ્રાહકોને પૂરતો વીજ પુરવઠો મળી રહે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો