android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: સુરેન્દ્રનગર - મુળી હાઈવે પર પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજની નિકટ હવે ST બસો થોભશે

calendar_todayApril 30, 2026

Surendranagar: સુરેન્દ્રનગર - મુળી હાઈવે પર પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજની નિકટ હવે ST બસો થોભશે

સુરેન્દ્રનગર નજીક આવેલા સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજ પાસે એસટી બસ સ્ટોપ ન હોવાથી આ અંગે રાજકોટ વિભાગીય કચેરીમાં લેખીત રજુઆત થઈ હતી. જેમાં રાજકોટ ડીવીઝન દ્વારા બસ સ્ટોપને મંજુરી અપાતા રાહતની લાગણી ફેલાઈ છે. સુરેન્દ્રનગરના મુળી રોડ પર સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ સંસ્થા આવેલી છે. જેમાં 300થી વધુ પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ રહે છે. એસ.ટી. વિભાગના નીયમીત બસ સ્ટોપ રતનપરથી 5 કીમી અંતરે આવેલ આ સંસ્થાની દિકરીઓ, વાલીઓ સહિતનાઓને ખાસ કરીને રાતના સમયે અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. આથી સંસ્થાના મંત્રી પદ્મશ્રી મુકતાબેન ડગલી દ્વારા આ અંગે એસ.ટી.સલાહકાર સમીતીના સભ્ય વનરાજસિંહ રાણાને આ મુશ્કેલી વર્ણવી હતી. જેમાં એકાદ માસ પહેલા વનરાજસિંહ દ્વારા રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી ખાતે રજુઆત કરી સંસ્થાને નીયમીત બસ સ્ટોપઆપવા માંગ કરી હતી. જેમાં પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજ અને નજીકમાં આવેલા લોક વિદ્યાલયને બસ સ્ટોપથી ફાયદો થનાર હોવાનું જણાવાયુ હતુ. ત્યારે રાજકોટ વિભાગ નીયામક સોલંકી, ડીવીઝન ટ્રાફીક ઓફીસર હીરીબેન કટારીયા સહિતનાઓ દ્વારા આ બસ સ્ટોપને મંજુર કરી આ રૂટેથી પસાર થતી તમામ એકસપ્રેકસ-લોકલ બસોને સ્ટોપેજનો ડેપો મેનેજરને આદેશ કર્યો છે. જયારે કંડકટરના ટીકીટીંગ મશીનમાં પણ આ સ્ટોપ ઉમેરવા જણાવાયુ છે. એસ.ટી. વિભાગના માનવતાભર્યા નીર્ણયથી પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજની દિકરીઓ અને લોક વિદ્યાલયના છાત્રોને પરીવહનમાં સરળતા રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો