android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagarના સાયલાના કસવાડીની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, જુઓ Video

calendar_todayJanuary 2, 2026

Surendranagarના સાયલાના કસવાડીની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, જુઓ Video

સુરેન્દ્રનગર SOG તથા ધજાળા પોલીસના બે અલગ અલગ દરોડામાં નશાના મબલક વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, સાયલા તાલુકાના અંતરિયાળ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે નશાના વાવેતર અને વેપલાનું મોટું અને સુવ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું હોય તેવી વાતો વચ્ચે અવાર નવાર ગાંજાની ખેતી ઝડપાઇ રહી હોવા છતા નશાના વાવેતરનો ખતરનાક વેપલો ધમધમી રહ્યો હતો.

ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે

બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તથા ધજાળા પોલીસ દ્વારા કરાયેલ બે અલગ અલગ દરોડામાં કસવાળીના બે ખેતરોમાંથી ખેત પાકોની આડમાં વાવેલા મબલક કહી શકાય તેવા ગાંજાના વાવેતર નો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. એક જ ગામની સીમમાં અલગ અલગ બે જગ્યાએ કરેલા ગાંજાના મોટા વાવેતર ઝડપાવાના મામલે પોલીસ દ્વારા બે ઇસમો વિરૂધ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરતા ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે.


આ પણ વાંચો : Suratના અમરોલીમાં લંડનમાં નોકરી અપાવવાના બહાને યુવતી સાથે કરાઈ ઠગાઇ, જુઓ Video