android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendrangar :ઝાલાવાડના 8 તાલુકા ગ્રામ્યમાં રાત્રિના મેઘમહેર

calendar_todaySeptember 15, 2026

Surendrangar :ઝાલાવાડના 8 તાલુકા ગ્રામ્યમાં રાત્રિના મેઘમહેર

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે મોડી સાંજ પછી રાતના સમયે જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદની હાજરી રહી હતી. જેમાં લખતરમાં 4 કલાકમાં 50 મીમી એટલે કે, 2 ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જયારે મંગળવારે દિવસ દરમીયાન કયાંય વરસાદ વરસ્યો નથી. અને મેઘાએ જાણે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં શનીવાર રાતથી મેઘસવારી આવી પહોંચી હતી. જેમાં રવિવાર અને સોમવારના વરસાદ બાદ સોમવારે રાત્રે પણ મેઘાએ ધડબડાટી બોલાવી હતી. જેમાં સોમવારે રાત્રે જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જેમાં લખતરમાં 4 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દસાડામાં 20 મીમી, ધ્રાંગધ્રામાં 8 મીમી, ચોટીલા અને સાયલામાં 6 મીમી, વઢવાણમાં 5, ચુડામાં 4 અને થાનમાં 2 મીમી વરસાદ સોમવારે રાત્રે નોંધાયો છે. જયારે મંગળવારે સુર્યનારાયણ તેના નીયત સમયે પુર્વ દીશામાં નજરે પડયા હતા. અને દિવસભર કોમળ તડકો વરસાવ્યો હતો. મંગળવાર સાંજ સુધીમાં જિલ્લામાં કયાંય વરસાદના વાવડ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ આજે તા. 16ના રોજ ઝાલાવાડમાં હળવા વરસાદી ઝાપટાની શકયતા વ્યકત કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો