android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tamil Nadu :' બલ્લુ જેલ સે ફરાર' એક સાથે 17 કેદીઓ બહાનુ બતાવી થયા ફરાર, શોધખોળ શરૂ

calendar_todayOctober 27, 2026

Tamil Nadu :' બલ્લુ જેલ સે ફરાર' એક સાથે 17 કેદીઓ બહાનુ બતાવી થયા ફરાર, શોધખોળ શરૂ

તમિલનાડુના થેની જિલ્લામાં આવેલી અંદિપટ્ટી નજીકની થેક્કમપટ્ટી સબ-જેલમાં સોમવારે મોડી રાત્રે જેલ બ્રેકની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જ સેલમાં બંધ ૧૭ કેદીઓએ અચાનક બીમારી અને મેડિકલ ઈમરજન્સીનો ઢોંગ રચ્યો હતો. જ્યારે જેલ સ્ટાફ અને સુરક્ષા ગાર્ડ સ્થિતિની તપાસ કરવા સેલમાં પ્રવેસ્યા, ત્યારે તમામ કેદીઓએ તેમના પર એકસાથે હુમલો કરી દીધો હતો અને જેલ પરિસરમાંથી ફરાર થઈ ગયા હતા.

જેલ ગાર્ડ ગંભીર રીતે ઘાયલ, 17સર્ચ ટીમો તૈનાત

આ હુમલામાં થેની જિલ્લા જેલના ગ્રેડ-II પોલીસ અધિકારી થંગાપંડીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જી. વિલાક્કુ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે કર્મચારીઓને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. દક્ષિણ ઝોનના આઈજી વિજયેન્દ્ર બિદારીના જણાવ્યા અનુસાર, ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે ૧૭ ખાસ સર્ચ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો સમગ્ર રાજ્યમાં અને કેરળ સરહદ નજીક કડક કોમ્બિંગ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસની ઝડપી કાર્યવાહીના પરિણામે ચાર કેદીઓને ફરીથી પકડી લેવામાં સફળતા મળી છે, જ્યારે બાકીના ૧૩ કેદીઓની શોધખોળ ચાલુ છે.
=" target="_blank">

=

ફરાર કેદીઓની યાદી

પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ ભાગી ગયેલા કેદીઓમાં લિંગમ, રાજા સિંઘંધર, કરુપ્પાસામી, સિલામ્બરાસન, તિરુપતિ, મેંજીસુંદરમ, સબરી, પોન મુથુ, નિજંથ, કાર્તિક રાજા, મુગીલન, સેલ્વા, તરુણ, રાજકુમાર, પ્રવીણ, મુથુ ઇલાંગો અને રાજુવીનનો સમાવેશ થાય છે.

1995 પછી રાજ્યમાં આ પ્રકારની પ્રથમ ઘટના

તમિલનાડુના જેલ ઇતિહાસમાં 1995 પછીનો આ પ્રથમ કિસ્સો છે જ્યારે કેદીઓ આ રીતે ભાગવામાં સફળ રહ્યા હોય. આ અગાઉ 1995માં વેલ્લોર કિલ્લામાં સ્થિત ખાસ અટકાયત શિબિરમાંથી 43 શંકાસ્પદ LTTE આતંકવાદીઓ 153 ફૂટ લાંબી ટનલ ખોદીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Nuclear Program: ઇરાને ફરી શરૂ કર્યો પરમાણુ કાર્યક્રમ? સેટેલાઇટ તસવીરોથી મોટો ખુલાસો!