android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tapi : કુકરમુંડામાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ પથ્થરમારો, 7–8 લોકોને ઈજા

calendar_todayJanuary 8, 2026

Tapi : કુકરમુંડામાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ પથ્થરમારો, 7–8 લોકોને ઈજા

તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા વિસ્તારમાં ગતરોજ રાત્રિના સમયે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસા 2 કોમના ટોળા વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો.

અંદાજે 7 થી 8 લોકોને ઇજા પહોંચી છે

ઘટનામાં અંદાજે 7 થી 8 લોકોને ઇજા પહોંચી છે અને કેટલાકની કારના કાચ તૂટ્યા હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં જ તાપી જિલ્લાના SP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાત્રિના સમયે ઘટના સ્થળે પહોંચ્યા અને તાત્કાલિક સ્થિતિ કાબુમાં લેવા કામગીરી હાથ ધરી.

હાલ પરિસ્થિતિ નિયંત્રિત છે

પોલીસનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રિત છે અને કોઈ પણ અનિયંત્રિત ઘટના અટકાવવા માટે પોલીસને એલર્ટ કરી દેવાઇ છે.


આ પણ વાંચો----   Patan: રાધનપુરમાં હોટલ માલિક પર હુમલો કરનાર ઝડપાયા, 50 લાખની ઉઘરાણી મામલે હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો