calendar_todayJanuary 24, 2026
Tarapur નગરપાલિકાને સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવા દાન લેવું પડ્યું, વિદેશમાં રહેતા વ્યક્તિએ 20 લાખ આપ્યા ત્યારે બિલ ભરાયું
તારાપુર નગરપાલિકાને સ્ટ્રીટ લાઈટના 55 લાખ રૂપિયાના બાકી બિલ ભરવા માટે દાન લેવું પડ્યું હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. નગરપાલિકાને 20 લાખ રૂપિયાની રકમ માટે સ્થાનિક અને વિદેશમાં રહેતા વ્યક્તએ દાન આપ્યું હતું.
હપ્તાથી બિલ ભરવાની વ્યવસ્થા કરાઇ હતી
મળેલી માહિતી પ્રમાણે નગરપાલિકા સમયે કુલ 55 લાખ રૂપિયાનું હતું બિલ બાકી હતું. ત્યારબાદ કોર્ટમાં કેસ જતા હપ્તાથી બિલ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રકમ દાન સ્વરૂપે મેળવી નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ બિલ ભરાયું
આ દરમિયાન 15 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી અને બાકીની રકમ દાન સ્વરૂપે મેળવી નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટ બિલ ભરવામાં આવ્યું હતું.
ચીફ ઓફિસર અને ધારાસભ્યએ દાનનો ચેક સ્વીકાર્યો
ચેક સ્વીકારવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય વિપુલ પટેલ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો---- Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?