calendar_todayFebruary 2, 2026
Tariff : ભારત સામે ઝૂક્યું અમેરિકા, ટેરિફમાં કર્યો ધરખમ ઘટાડો
અમેરિકાએ ભારત માટે ટેરિફને ઘટાડી દીધો છે. આ અંગેની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. તેમને સોશિયલ મીડિયા પર લખ્યું કે આજે સવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તે મારા સૌથી નજીકના મિત્ર પૈકીના એક છે અને પોતાના દેશના એક શક્તિશાળી અને સન્માનિત નેતા છે. અમે ફોન પર વેપાર અને રશિયા તથા યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા સહિત ઘણા વિષયો પર ચર્ચા કરી.
અમેરિકાએ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો
ટ્રમ્પે એ પણ દાવો કર્યો કે ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બંધ કરી દીધી છે અને અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવા માટે સહમત થયા છે. તેનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે, જેમાં દર અઠવાડિયે હજારો લોકોના મોત થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી પ્રત્યે મિત્રતા અને સન્માનને કારણે તેમના અનુરોધ પર તાત્કાલિક અસરથી અમેરિકા અને ભારતની વચ્ચે એક વેપાર કરાર પર સહમતિ વ્યક્ત કરી છે, જેની હેઠળ અમેરિકા ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેશે.
અમેરિકા-ભારતના સંબંધ વધારે મજબૂત થશે
ભારત પણ આ પ્રકારે અમેરિકાની સામે પોતાના ટેક્સ ઘટાડવાની દિશામાં આગળ વધશે. વડાપ્રધાને 500 અરબ ડોલરથી વધારેની અમેરિકી ઊર્જા, ટેકનોલોજી કૃષિ, કોલસો અને અન્ય ઘણા ઉત્પાદનો સિવાય અમેરિકી ઉત્પાદન ખરીદવા માટે પ્રતિબદ્ધતા બતાવી છે. ભારતની સાથે અમારા અદ્ભૂત સંબંધ આગળ વધારે મજબૂત થશે.
આ પણ વાંચો : World News : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત