android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tharad : STI તરીકે પસંદગી થતા તલાટીનું ઢીમા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું

calendar_todayOctober 24, 2026

Tharad : STI તરીકે પસંદગી થતા તલાટીનું ઢીમા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું

ઢીમા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા માવસરી ખાતે નિષ્ઠાપૂર્વક તલાટી તરીકેની ફરજ બજાવી ચૂકેલા લાભેશભાઈ વાલજીભાઈ ઢેમેચાની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફ્ળતા મેળવી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી થતાં અને ગાંધીધામ ખાતે નવું પોસ્ટિંગ મળતાં, ઢીમા ગ્રામ પંચાયત પરિવાર દ્વારા તેમનો એક વિશેષ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઢીમા ગ્રામ પંચાયતના સરપંચ માના રાજપૂત તથા સુનિલ ત્રિવેદી અને અને મહેશ પટેલ ઢીમા તેમજ પંચાયતના સભ્યો દ્વારા લાભેશ ઢેમેચાનું શાલ ઓઢાડીને તેમજ પવિત્ર યાત્રાધામ ઢીમાના આરાધ્ય દેવ ભગવાન શ્રી ધરણીધરનો ફોટો ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો