android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tharad : ભડવેલમાં UGC નાવિરોધમાં શપથ લેવાયા

calendar_todayOctober 24, 2026

Tharad : ભડવેલમાં UGC નાવિરોધમાં શપથ લેવાયા

વાવ તાલુકાના ભાચલી ગામમાં UGCના વિરોધની શરૂઆત બાદ ભડવેલ ગામમાં પણ સવર્ણ સમાજના લોકોએ એકજૂથ થઈ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સમાજના લોકોએ UGCના કાયદા સામે વાંધો ઉઠાવી તેમાં જરૂરી સુધારા કરવાની માંગ કરી હતી. સાથે જ જો કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.વિરોધ નોંધાવનારા લોકો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમનો વિરોધ કોઈ એક રાજકીય પક્ષ સામે નથી, પરંતુ UGCના કાયદા અને તેની જોગવાઈઓ સામે છે. સમાજના લોકોની માંગ છે કે સંબંધિત કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવે અને તેમની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવે. સમાજના આગેવાનો અને ઉપસ્થિત લોકોએ એકસાથે અવાજ ઉઠાવી પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. કાયદામાં સુધારો નહીં થાય તો આગામી ચૂંટણીઓમાં મતદાન પ્રક્રિયાથી દૂર રહેવા અથવા ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવવાની ચીમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. વાવ તાલુકામાં ભાચલી બાદ ભડવેલ ગામે પણ UGCના વિરોધમાં શપથ લેવાતાં હવે તાલુકાના અન્ય ગામોમાં પણ આ મુદ્દે કેવી પ્રતિક્રિયા જોવા મળે છે તેના પર સૌની નજર ટકેલી છે. એક પછી એક ગામોમાં વિરોધની પ્રવૃત્તિઓ સામે આવતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની રહી છે.UGCના મુદ્દે સવર્ણ સમાજ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આગામી સમયમાં કેવો વળાંક લે છે તે જોવું મહત્ત્વનું રહેશે. હાલ તો વાવ તાલુકામાં UGC ના વિરોધનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે અને કાયદામાં સુધારાની માંગ સાથે સમાજના લોકો દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.હવે જોવાનું એ રહેશે કે UGC ના કાયદામાં સુધારાની માંગ અંગે સંબંધિત તંત્ર અને સરકાર તરફ્થી શું પગલાં લેવામાં આવે છે અને વાવ તાલુકામાં ચાલી રહેલા આ વિરોધનો આગામી દિવસોમાં કેવોપ્રભાવ જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો