android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tihar Jailમાં જયાં હતા અરવિંદ કેજરીવાલ તે હાઈ-સુરક્ષા વોર્ડમાં રખાયા CJP નેતાઓ આશુતોષ રંકા અને સૌરવ દાસ

calendar_todayOctober 17, 2026

Tihar Jailમાં જયાં હતા અરવિંદ કેજરીવાલ તે હાઈ-સુરક્ષા વોર્ડમાં રખાયા CJP નેતાઓ આશુતોષ રંકા અને સૌરવ દાસ

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ આશુતોષ રંકા અને સૌરવ દાસને દિલ્હીની તિહાર જેલમાં અલગ-અલગ ઉચ્ચ સુરક્ષા (હાઈ-સુરક્ષા) વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જંતર-મંતર ખાતે પરવાનગી વગર વિરોધ સ્થળ પર પ્રવેશ કરવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. વહીવટીતંત્રે તેમની સુરક્ષા અને દેખરેખને ધ્યાનમાં રાખીને જેલના નિયમો કડક બનાવ્યા છે.

CJP નેતાઓ ધરપકડનું કારણ અને ન્યાયિક કસ્ટડી

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આશુતોષ રંકા અને સૌરવ દાસની 14 ઓક્ટોબરે જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવા અને વારંવાર ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાના પ્રયાસો બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આશંકા હતી કે જો તેઓ જામીન પર મુક્ત થશે તો ફરીથી ગુનો કરી શકે છે અને અન્ય લોકોને પણ ઉશ્કેરી શકે છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને બંનેને 5 દિવસની ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં મોકલવામાં આવ્યા છે.

કેદી નંબર્સ અને તિહાર જેલમાં અલગ-અલગ વોર્ડની ફાળવણી

જેલ રેકોર્ડ મુજબ આશુતોષ રંકાનો કેદી નંબર 1784 અને સૌરવ દાસનો કેદી નંબર 3752 છે. શરૂઆતમાં બંનેને જેલ નંબર 2 માં રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં સુરક્ષા કારણોસર રંકાને જેલ નંબર ૪ માં ટ્રાન્સફર કરવામાં આવ્યા. હાલમાં સૌરવ દાસ જેલ નંબર 2 ના વોર્ડ નંબર 3 માં અને આશુતોષ રંકા જેલ નંબર 4 ના વોર્ડ નંબર 15માં બંધ છે.

સીસીટીવી નજર અને 24 કલાક સુરક્ષા પહરો

જેલના બ્લોકમાં સામાન્ય સંકુલ કરતા ઓછી ભીડ રહે છે. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમના વોર્ડ સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યા છે અને અન્ય બ્લોક કે વોર્ડના કોઈપણ કેદીને ત્યાં પ્રવેશવાની મંજૂરી નથી. તેમની હિલચાલ પર સતત નજર રાખવા માટે સેલની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના કે આત્મહત્યાના જોખમને અટકાવવા માટે 24 કલાક કડક પહેરો રાખવામાં આવે છે.

નેતાઓની મુલાકાત અને જેલનો ઈતિહાસ

ગુરુવારે CJP ના સ્થાપક અભિજીત દિપકે અને કાનૂની વડા રત્ના સિંહે જેલમાં તેમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરવ દાસ જે જેલ નંબર ૨ માં છે, ત્યાં અગાઉ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાખવામાં આવ્યા હતા અને હાલમાં કાર્યકર્તા ઉમર ખાલિદ પણ તે જ જેલમાં અલગ ઉચ્ચ જોખમવાળા સેલમાં છે. જ્યારે રંકા જે જેલ નંબર 4 માં છે, તેનો ઉપયોગ અગાઉ વિપશ્યના ધ્યાન માટે થતો હતો. જેલ વહીવટીતંત્ર દ્વારા બંનેની સુરક્ષાનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો : Bollywood : કોન્સર્ટમાં અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે! હની સિંહની મહારાષ્ટ્ર સાયબર સેલે 2 કલાક કરી પૂછપરછ