android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
unagadhમાં સિંહણને પકડવા જતા ટ્રેકરે ગુમાવ્યો જીવ,  ટ્રાન્ક્યુલાઈઝર ગનનો ડોઝ સિંહણની જગ્યાએ ટ્રેકરને લાગ્યો

calendar_todayJanuary 5, 2026

unagadhમાં સિંહણને પકડવા જતા ટ્રેકરે ગુમાવ્યો જીવ, ટ્રાન્ક્યુલાઈઝર ગનનો ડોઝ સિંહણની જગ્યાએ ટ્રેકરને લાગ્યો

જૂનાગઢના ગીર પંથકમાં વન્યજીવ અને માનવ વચ્ચેના સંઘર્ષની એક એવી કરુણ ઘટના બની છે, જેણે વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓને હચમચાવી દીધા છે. વિસાવદર રેન્જના નાની મોણપરી ગામમાં એક સિંહણે માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો. આ સિંહણ માનવભક્ષી ન બને અને ગ્રામજનોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી.

સિંહણ પર કરવામાં આવેલું ફાયરિંગ કમનસીબે ચૂક્યું

આ ઓપરેશનમાં વન વિભાગના નિષ્ણાત ટ્રેકર અશરફ ચૌહાણ પણ સામેલ હતા. સિંહણને સુરક્ષિત રીતે પકડી શકે તેના માટે તેને બેભાન કરવી જરૂરી હતી. જેના માટે વનવિભાગની ટીમ દ્વારા ટ્રાંક્વીલાઈઝર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિંહણને નિશાન બનાવીને કરવામાં આવેલું ફાયરિંગ કમનસીબે ચૂકાઇ ગયુ અને કોઇ ટેકનિકલ કારણોસર ટ્રેકર અશરફને લાગ્યુ. જેના કારણે તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યાં. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ.

ટ્રાંક્વીલાઈઝર ગનનું ફાયરિંગ અશરફને લાગ્યુ

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના વિસાવદરના નાની મોણપરિમામાં આ ઘટના બનવા પામી હતી. અવાર નવાર બાળકો કે લોકો પર સિંહણના હુમલા વિશે સાંભળતા આવીએ છીએ. એવી જ એક ઘટના અહીં બની હતી. જ્યાં સિંહણે બાળકી પર હુમલો કર્યો હતો અને તે સિંહણ સહી સલામત પકડવા માટે વન વિભાગના કર્મીઓ ગયા હતા. જ્યાં તેને ટ્રાંક્વીલાઈઝર ગનનું ફાયરિંગ કરવા જતા તે ફાયરિંગ ચૂકી ગયુ અને તે અશરફને વાગ્યુ જેના કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો.