android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Union Budget 2026 agriculture sector big announcement: કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં શું કરવામાં આવી જોગવાઈઓ?

calendar_todayFebruary 1, 2026

Union Budget 2026 agriculture sector big announcement: કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં શું કરવામાં આવી જોગવાઈઓ?

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રવિવારના રોજ રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ 2026-27 માં ખેડૂતોની આવક બમણી કરવા માટે પરંપરાગત ખેતીની સાથે 'હાઈ-વેલ્યુ' પાકો પર વિશેષ ભાર મૂક્યો છે. બજેટમાં નાળિયેર, ચંદન, કાજુ અને કોકો જેવા રોકડિયા પાકોને પ્રોત્સાહન આપીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની બ્લૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે.

હાઈ-વેલ્યુ પાકો અને નિકાસ પર ધ્યાન

નાણાંમંત્રીએ જાહેરાત કરી કે, સરકાર દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેર અને કાજુની ખેતી માટે વિશેષ પ્રોગ્રામ શરૂ કરશે. ભારતને કાજુ અને કોકોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવી 2030 સુધીમાં તેને ગ્લોબલ બ્રાન્ડ બનાવવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત, ઉત્તર-પૂર્વમાં અગરવુડ અને પહાડી વિસ્તારોમાં અખરોટ અને પાઈન નટ્સની ખેતીને નવી ટેકનોલોજી સાથે જોડવામાં આવશે. ચંદનની વૈજ્ઞાનિક ખેતી માટે રાજ્યો સાથે મળીને ખાસ પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપવામાં આવશે.

ડેરી અને પશુપાલનમાં રોજગારી

પશુપાલન ક્ષેત્રે 'ક્રેડિટ-લિંક્ડ સબસિડી' યોજના દ્વારા યુવાનોને સ્વરોજગાર માટે આર્થિક મદદ અપાશે. ડેરી અને મત્સ્ય પાલનમાં આધુનિકીકરણ લાવીને ગ્રામીણ સ્તરે નવી નોકરીઓ ઊભી કરાશે. માછીમારો માટે 500 જળાશયોના સંકલિત વિકાસની યોજના પણ જાહેર કરાઈ છે.

AI ટૂલ 'ભારત વિસ્તાર'ની એન્ટ્રી

ખેડૂતોને હવામાન અને પાકની સચોટ માહિતી આપવા માટે બહુભાષી AI ટૂલ 'ભારત વિસ્તાર' લોન્ચ કરવામાં આવશે. જે ખેડૂતોને ડેટા-આધારિત નિર્ણયો લેવામાં મદદ કરશે.


આ પણ વાંચો - Budget 2026 Live Updates : અર્થવ્યવસ્થાને નંબર 1 બનાવવાનું લક્ષ્ય : નિર્મલા સીતારમણ