android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Union Cabinet Decisions : કેન્દ્ર સરકારે 'BHAVYA' અને SHP ડેવલપમેન્ટ યોજનાને આપી મંજૂરી, જાણો શું થશે લાભ

calendar_todayMarch 18, 2026

Union Cabinet Decisions : કેન્દ્ર સરકારે 'BHAVYA' અને SHP ડેવલપમેન્ટ યોજનાને આપી મંજૂરી, જાણો શું થશે લાભ

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક દિલ્હીમાં યોજાઈ, જે હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે અને જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેન્દ્ર સરકારના કેબિનેટે ‘BHAVYA - ભારત ઔદ્યોગિક વિકાસ યોજના’ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશભરમાં 100 ઈન્વેસ્ટમેન્ટ-રેડી પ્લગ એન્ડ પ્લે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવશે.

આ યોજના માટે કુલ રૂપિયા 33,660 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ દેશના ઔદ્યોગિક વિકાસને તેજ બનાવવાનો અને નવા રોકાણોને આકર્ષવાનો છે. આ યોજનાથી રોજગારના નવા અવસરો ઊભા થશે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂતી મળશે. ઉદ્યોગકારોને તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થતાં ઉત્પાદન પ્રક્રિયા વધુ સરળ બનશે.

ખેડૂતો માટે લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય

આ સાથે જ કેન્દ્ર સરકારે કપાસના ખેડૂતોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેબિનેટે 2023-24 સિઝન માટે કપાસ ખરીદી માટે રૂપિયા 1,718.56 કરોડની MSP ફંડિંગને મંજૂર કરી છે, જેનાથી ખેડૂતોને સીધી મદદ મળશે. આ સાથે જ ત્રીજા મહત્વના નિર્ણય તરીકે ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહેરાઈચ વચ્ચે 101.515 કિમી લાંબા 4-લેન એક્સેસ-કન્ટ્રોલ્ડ નેશનલ હાઈવે-927ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ રૂપિયા 6,969.04 કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુટી મોડ પર બનાવાશે. આ હાઈવે બનતા વિસ્તારમાં કનેક્ટિવિટી સુધરશે અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.

સ્મોલ હાઈડ્રો પાવર ડેવલપમેન્ટ યોજનાને મળી મંજૂરી

ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ જાણકારી આપતા જણાવ્યું કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને કેબિનેટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 દરમ્યાન અમલ માટે સ્મોલ હાઈડ્રો પાવર (SHP) ડેવલપમેન્ટ યોજનાને મંજૂર કરવામાં આવી છે.


આ પણ વાંચો : Indian Government : એક દિવસમાં કેટલું કમાય છે કેન્દ્ર સરકાર? જાણી લો સરકારની એક વર્ષની કમાણીની પૂરી ડિટેલ!