android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Unjha : 112 જનરક્ષકના જવાનોએ માત્ર બે મિનિટમાં યુવકને હોસ્પિટલ પહોંચાડયો, સમયસૂચકતાથી બચાવ્યો જીવ!

calendar_todayOctober 27, 2026

Unjha : 112 જનરક્ષકના જવાનોએ માત્ર બે મિનિટમાં યુવકને હોસ્પિટલ પહોંચાડયો, સમયસૂચકતાથી બચાવ્યો જીવ!

ઉંઝા એસ.ટી. બસ ડેપો ખાતે એક યુવકને અચાનક હાર્ટ એટેકની ગંભીર અસર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કટોકટીની ઘડીએ પેટ્રોલિંગ કરી રહેલી 112 જનરક્ષકની ટીમે સમયસૂચકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. પોલીસ જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને માત્ર બે મિનિટમાં યુવકને હોસ્પિટલ પહોંચાડયો હતો, જ્યાં તેની તાત્કાલિક સારવાર શરૂ કરાવવામાં આવી હતી.ઉંઝા વિસ્તારમાં 112 જનરક્ષક ગાડીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નિકુલ ભુરાભાઈ રબારી અને હાર્દિકકુમાર દિલીપભાઈ રાવત બસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવકને હૃદયરોગના હુમલાની ગંભીર અસર થઈ હોવાની જાણ થતાં જ બંને જવાનો તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા. યુવકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ જવાનોએ સમય બગાડયા વિના તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. માત્ર બે મિનિટમાં યુવકને હોસ્પિટલ પહોંચાડીને સારવાર શરૂ કરાવવામાં આવી હતી. હૃદયરોગના હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં સમયસર તબીબી સારવાર અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. ત્યારે 112 જનરક્ષકના જવાનોની આ ત્વરિત કામગીરીની સરાહના થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો