calendar_todayJanuary 13, 2026
Uttarayanમાં 7થી 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, દિવસભર વાતાવરણ ખુલ્લું રહેશે, પરેશ ગોસ્વામીની આગાહી
ઉત્તરાયણના તહેવારમાં પવન કેવો રહેશે તે વિશે પતંગ રસિકોને ભારે ઉત્સુક્તા જોવા મળતી હોય છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ઉતરાયણમા પવન કેવો રહેશે તેની સંભાવના વ્યક્ત કરી છે.
દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે
પરેશ ગોસ્વામીના અનુસાર, વહેલી સવારે શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે અને સવારે થોડી ઝાકળ પણ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે.
પવનની ઝડપ કેટલી હશે
પવનની ઝડપ અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિમી પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 12 થી 14 કિમી પ્રતિ કલાક તથા દક્ષિણ ગુજરાતમાં 13 થી 14 કિમી પ્રતિ કલાક અને મધ્ય ગુજરાતમાં 10 થી 11 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે
પવનની ગતિ ગત વર્ષની તુલનામાં થોડી ઓછી રહી શકે
ગોસ્વામીનું અનુમાન છે કે આ વર્ષે પવનની ગતિ ગત વર્ષની તુલનામાં થોડી ઓછી રહી શકે છે.
આ પણ વાંચો---- Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ