calendar_todayJanuary 9, 2026
Vadodara: સસ્તુ સોનુ અપાવનાના બહાને તથા 10 કરોડની લોન અપાવાના નામે 4.92 કરોડની રકમ પડાવી લેવાના ગુનામાં નકલી પોલીસ બનનારો શખ્સ ઝડપાયો
સસ્તુ સોનુ અપાવનાના બહાને તથા 10 કરોડની લોન અપાવાના નામે 4.92 કરોડની રકમ પડાવી ઠગાઇ કરવાના ગુનામાં નકલી પોલીસ બનીને ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
ઇલ્યાસ અજમેરીએ 46150000 રુપિયા પડાવી લીધા હતા
ગત નવેમ્બર માસમાં જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો કે સિગ્નેટ હબમાં આવેલી ઓફિસ તથા એટલાન્ટીક હાઇટ્સમાં આવેલી રાધે એન્ટરપ્રાઇઝમાં આરોપી રાજવીર ઉર્ફે ઇલ્યાસ અજમેરી તથા તેના ભાગીદારો તથા વિશાલ બારડ તથા નયના મહિજા સહિતના આરોપીઓએ ફરિયાદીને ઓછી કિંમતે સોનુ આપવાનો વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી ઇલ્યાસ અજમેરીએ 46150000 રુપિયા પડાવી લીધા હતા
10 કરોડની લોન આપવાનો વિશ્વાસ આપી પૈસા પડાવી લીધા
ઉપરાંત આરોપી વિશાલે લોન એજન્ટ હોવાનું કહીને ફરિયાદીને 10 કરોડની લોન આપવાનો વિશ્વાસ આપી પૈસા પડાવી લીધા હતા અને સોનુ ના આપીને કે લોન નહી આપીને વિશ્વાસઘાત કર્યો હતો.
નકલી પોલીસની ઓળખ આપી હતી
આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. દરમિયાન ફરાર આરોપી અનવરખાન નસરુલ્લાખાન પઠાણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. અનવરખાને ઇલ્યાસ અજમેરીની સાથે સંપર્કમાં રહી સાહેદો જ્યારે સોનુ લેવા રાધે એન્ટરપ્રાઇઝમાં ગયા ત્યારે નકલી પોલીસની ઓળખ આપીને તમને પોલીસ સ્ટેશન લઇ જવાના છે તેવી કહીને ભય પેદા કર્યો હતો. અનવર સામે છોટાઉદેપુર પોલીસમાં જાહેરનામા ભંગનો પણ ગુનો નોંધાયેલો છે.
આ પણ વાંચો----- Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી