android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: શિનોર બજાર સમિતિ ખાતે 100 ટનના વજનકાંટાનું લોકાર્પણ કરાયું

calendar_todayAugust 15, 2026

Vadodara: શિનોર બજાર સમિતિ ખાતે 100 ટનના વજનકાંટાનું લોકાર્પણ કરાયું

શિનોર તાલુકામાં ધારાસભ્ય તથા જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સંપૂર્ણ સરકારી સહાયથી બનેલ માંડવા પ્રાથમિક શાળા, મોટા કરાડા તથા અવાખલ પંચાયત ઘર ખુલ્લા અને બજાર સમિતિ શિનોર મુકામે સ્વભંડોળમાંથી બનાવેલ વજન કાંટાનુ લોકાર્પણ કરાયું હતું.

14 ઓગસ્ટને શુક્રવારે ધારાસભ્ય અક્ષય પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જોસનાબેન રબારી અને સ્થાનિક હોદ્દેદારો દ્વારા શિનોર તાલુકામાં રૂા.93 લાખના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. સવારે 10 કલાકે બજાર સમિતિ શિનોર મુકામે સ્વભંડોળમાંથી આશરે આઠ લાખ ઉપરાંત રૂપિયાના ખર્ચે બનેલ 100 ટન કેપીસીટી ધરાવતા વજન કાંટાનું ધારાસભ્ય અક્ષય પટેલે લોકાર્પણ કર્યું હતું, ત્યારબાદ માંડવા મુકામે રૂા.40 લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળા જેનું લોકાર્પણ ગત તા.25 જૂન-26ના રોજ કરવાનું હતું. તે બંધ રહેતા ધારાસભ્ય અક્ષય પટેલ તથા જિ. પં.પ્રમુખ જ્યોત્સનાબેન રબારીના હસ્તે કરાયું હતું. ત્યારબાદ મોટા કરાડા ગામે રૂા.20 લાખના ખર્ચે તૈયાર પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું હતું. બપોરે એક વાગે અવાખલ મુકામે 3 મહિનાથી તૈયાર લોકાર્પણની રાહ જોતા પંચાયત ઘરનું ધારાસભ્ય તથા જિલ્લા પંચાયત પ્રમુખે સંયુક્ત રીતે લોકાર્પણ કર્યું હતું. જે પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, તા. પં. પ્રમુખ હીનાબેન રોહિત, જિલ્લા પંચાયત સભ્ય ભુપેન્દ્ર પટેલ ઉપપ્રમુખ પ્રિતેશ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો