android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: શિનોર ખાતે મા નર્મદાનો 14મો ચૂંદડી મનોરથ સંપન્ન

calendar_todayMay 25, 2026

Vadodara: શિનોર ખાતે મા નર્મદાનો 14મો ચૂંદડી મનોરથ સંપન્ન

શિનોર મુકામે નર્મદા નદી તટે બુસા ફ્ળીયાના ઘાટ પર તા.17 મે 2026થી ગંગા દશહરાનો પ્રારંભ થયો હતો. રવિવારે સાંજે માં નર્મદાના કિનારે ભક્તો દ્વારા નર્મદા મૈયાને 505 મીટરની ભવ્ય ચૂંદડી અર્પણ મનોરથનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનવ મહેરામણ ઊમટી પડયો હતો.

શિનોર ગામે બુશાફ્ળિયા નર્મદા ઘાટે છેલ્લા 80 વર્ષથી ગંગા દશાહરા મંડળ દ્વારા દશાહરાની મહાઆરતી યોજાય છે. ત્યારે આ વર્ષે પણ 14મો ચૂંદડી મનોરથ તેમજ ગંગા દશાહરાનો પ્રારંભ કરાયો હતો. જે તા. 17 મેથી 26જુન-225 સુધી એટલે કે 10 દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ 10 દિવસ સુધી શ્રાદ્ધાળુ પવિત્ર નર્મદા નદી સ્નાન કરવાનો લાભ લઈ સંધ્યાકાળે યોજાતી મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. વાયકા મુજબ, મોક્ષ દાયીની ગંગાજીનું સ્વર્ગલોક પરથી પુથ્વી પર અવતરણ થયું હતું. ત્યારથી જ ગંગા દશાહરાનો પર્વ ભારે ધામધૂમથી શ્રાદ્ધાળુ દ્વારા ઉજવાય છે. આ 10 દિવસ સુધી નર્મદા નદીમાં સ્નાન તેમજ વિધિવત રીતે પૂજા અર્ચના, દાન પુણ્ય કરવાથી 10 પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. રવિવારે સાંજે શિનોરના બુશા ફ્ળીયાના નર્મદા ઘાટથી નર્મદા જિલ્લાના સિસોદરા ગામના નર્મદા કિનારા સુધી 105 સાડી કુલ 505 મીટરની ચૂંદડી અર્પણ કરાઇ હતી. ત્યારે હર હર નર્મદેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ પ્રસંગે 2500થી વધુ શ્રાદ્ધાળુ ઉપસ્થિત રહી ચૂંદડી મનોરથ, નર્મદા મૈયાની આરતી અને મહાપ્રસાદી આરોગી કૃતાર્થ થઇ ધન્યતા અનુભવી.હતી. તા.26મીને મંગળવારે ગંગા દશહરાનું સમાપન કરાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો