android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: ફતેગંજમાં 17 વર્ષીય યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, રહસ્ય અકબંધ

calendar_todayJanuary 9, 2026

Vadodara: ફતેગંજમાં 17 વર્ષીય યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, રહસ્ય અકબંધ

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નવાયાર્ડમાં રહેતા 17 વર્ષીય યુવકે શનિવારે ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ફતેગંજ પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.

યુવક ખાનગી કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરતો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર,યુવક ખાનગી કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરતો હતો. કોલેજમાંથી ઘરે પરત આવતા જ તે પોતાના રૂમમાં ગયો હતો અને પંખાના હુકમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પરિવારજનોને ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવકનો મોબાઈલ એફએસએલમાં મોકલાયો

ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, અકસ્માત મોતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી. યુવકનો મોબાઈલ કબજે લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માટે મોકલાયો છે, જેથી આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળી શકે.

મૃતદેહ પરિવારજનોને આપવામાં આવ્યો

પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને આપવામાં આવ્યો છે. પોલીસ હજુ આગળની તપાસ કરી રહી છે અને અકસ્માત મોત અંગેના ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો----    Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી