android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara માં સ્ટેટ મોનિટરીંગ સેલ દારુના કટિંગ વખતે જ ત્રાટક્યું, બુટેલગરોમાં નાસભાગ, 17 લાખના દારુ સાથે 41 લાખનો મુદ્દામાલ જપ્ત

calendar_todayJanuary 8, 2026

Vadodara માં સ્ટેટ મોનિટરીંગ સેલ દારુના કટિંગ વખતે જ ત્રાટક્યું, બુટેલગરોમાં નાસભાગ, 17 લાખના દારુ સાથે 41 લાખનો મુદ્દામાલ જપ્ત

સ્ટેટ મોનિટરીંગ સેલે વડોદરા જિલ્લાના વાઘોડીયામાં બસ સ્ટેશનની પાછળ આનંદ નગરીમાં ચાલી રહેલા દારુના કટિંગ વેળાએ જ દરોડો પાડતાં દારુનું કટિંગ કરી રહેલા બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી મુખ્ય બુટલેગર કરણ પૂજાભાઇ બારીયા સહિત 9 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા અને 17.72 લાખનો દારુનો વિશાળ જથ્થો કબજે કરવાની સાથે હેરાફેરી કરવા માટે લવાયેલી ટાટા હેરીયર કાર સહિત 10 વાહનો જપ્ત કરી 41.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નામચીન બુટલેગર કરણ પૂંજાભાઇ બારીયાએ તેના ઘરમાં રાજસ્થાનથી દારુનો વિશાળ જથ્થો ઉતાર્યો

સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મલી હતી કે વાઘોડીયા બસ સ્ટેશન પાછળ આનંદ નગરીમાં રહેતો નામચીન બુટલેગર કરણ પૂંજાભાઇ બારીયાએ તેના ઘરમાં રાજસ્થાનથી દારુનો વિશાળ જથ્થો ઉતાર્યો છે અને તે બુટલેગરોને બોલાવીને દારુનું કટિંગ કરી રહ્યો છે.

બુટલેગરો દારુનું કટિંગ કરી રહ્યા હતા અને પોલીસ ત્રાટકી

એસએમસીએ બાતમીના આધારે કરણ બારીયાના ઘેર દરોડો પાડ્યો હતો. સમયે બુટલેગરો દારુનું કટિંગ કરી રહ્યા હતા. પોલીસને જોઇને બુટલેગરોએ નાસભાગ કરી મુકી હતી. જો કે પોલીસે સ્થળ પરથી મુખ્ય બુટલેગર કરણ બારીયા તથા તેના અન્ય 8 સાગરીતોને ઝડપી પાડ્યા હતા.

રાજસ્થાનથી લવાયેલો 1772784 રુપિયાનો દારુનો જથ્થો જપ્ત

પોલીસે સ્થળ પરથી રાજસ્થાનથી લવાયેલો 1772784 રુપિયાનો દારુનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે કટિંગ સમયે તથા કરણના ઘરમાંથી તપાસ કરતાં દારુની 6129 બોટલો મલી આવી હતી. પોલીસે કટિંગ માટે લવાયેલી ટાટા હેરીયર કાર સહિત વાહનો અને કેશ મળીને 4192064 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અલીરાજપુરના વિનય પારસિંગ તોમર અને જેન્તી તોમરે આ દારુનો જથ્થો મોકલ્યો

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અલીરાજપુરના વિનય પારસિંગ તોમર અને જેન્તી તોમરે આ દારુનો જથ્થો મોકલ્યો હતો. પોલીસે બંને સહિત દારુ લેવા આવેલા બુટલગેરોના વાહનના નંબરના આધારે 11 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો------    Ahmedabad News: 2025માં 17.08 લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ